ધંધુકા તાલુકા હેલ્થ કચેરીએ માતૃવંદના ના વાહનોના ભાડા સરકાર ના આદેશ ની ઉપરવટ થઈ મર્યાદા બહાર ચૂકવ્યા.
અમદાવાદ જિલ્લાના ધંધુકા તાલુકા હેલ્થ કચેરીએ માતૃવંદના ના વાહનોના ભાડા સરકાર ના આદેશ ની ઉપરવટ થઈ મર્યાદા બહાર ચૂકવ્યા.
સને 2021/ 22 ના તાલુકા હેલ્થ ઓફિસર પાસે રિકવરી થશે તપાસ થશે કે ભીનું સંકેલાઈ જશે ?
અમદાવાદ જિલ્લાના ધંધુકા તાલુકા હેલ્થ કચેરી દ્વારા સને 2021 /22 ના વર્ષમાં રાજ્ય સરકારના આદેશો ની મર્યાદા કરતા વધુ નાણાં માતૃવંદના યોજના અંતર્ગત મુકેલ વાહનોના ભાડામાં ચૂકવણા કર્યા હોવાનું બહાર આવ્યું છે.
પ્રાપ્ત જાણવા મળતી માહિતી અનુસાર ધંધુકા તાલુકા હેલ્થ કચેરી દ્વારા માતૃવંદના યોજના હેઠળ તેના તાબાના હડાળા, આકરું, અને વાગડ આરોગ્ય કેન્દ્રો હસ્તના વાહનોના ભાડા રાજ્ય સરકારના આદેશોને ઉપરવટ થઈ વધુ ચૂકવ્યા હોવાનું સૂત્ર પાસેથી જાણવા મળેલ છે રાજ્ય સરકારે વાહન દીઠ માસિક રૂપિયા 30, હજાર ની ખર્ચ ની મર્યાદામાં કરવાના ઓર્ડર હતા જેની સામે રૂપિયા 60, હજાર થી વધુ ભાડા ધંધુકા હેલ્થ કચેરી દ્વારા ચૂકવાયા હોવાનો સુત્રોએ જણાવ્યું હતું.
રાજ્ય સરકારના આદેશની ઉપરવટના ચુકવણા માટે જવાબદાર તત્કાલીન ધંધુકા બ્લોક હેલ્થ ઓફિસર પાસે વસૂલાત કરાશે આ અંગે તપાસ થવી જરૂરી હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું વધુમાં જાણકાર સૂત્રોએ જણાવ્યું હતું કે ધંધુકા અને ધોલેરા તાલુકા હેલ્થ કચેરી હસ્તકના વાહનો જે તે સમયે વપરાશના કિલોમીટર થતા નથી આવું કેમ બન્યું તે પણ તપાસનો વિષય હોવાનું સૂત્રોએ ઉમેર્યું હતું
રીપોર્ટર : સી કે બારડ
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.