માન.શિક્ષણમંત્રીશ્રી ર્ડો. કુબેરભાઈ ડીંડોરના અધ્યક્ષ સ્થાને વિડિઓ કોન્ફરન્સ યોજાઇ. - At This Time

માન.શિક્ષણમંત્રીશ્રી ર્ડો. કુબેરભાઈ ડીંડોરના અધ્યક્ષ સ્થાને વિડિઓ કોન્ફરન્સ યોજાઇ.


ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાનાર ધોરણ ૧૦ અને ધોરણ ૧૨
સામાન્ય પ્રવાહ,વિજ્ઞાન પ્રવાહ -પરીક્ષા ૨૦૨૩ ના અનુસંધાને વિડિઓ કોન્ફરન્સ યોજાઇ.

આગામી સમયમાં યોજાનાર SSC અને HSC બોર્ડની લાખો વિદ્યાર્થીઓ તણાવમુક્ત વાતાવરણમાં પરીક્ષા આપી શકે તેવી વ્યવસ્થા રાજ્ય સરકાર દ્વારા ઉભી કરવામાં આવી છે .

અરવલ્લી જિલ્લાના મુખ્ય મથક મોડાસા ખાતે જિલ્લા કલેક્ટરશ્રી અને જિલ્લા શિક્ષણાઅધિકારી અને સંબંધિત વિભાગના અધિકારીશ્રીઓ વિડિઓ કોન્ફરન્સમાં જોડાયા.જેમાં માનનીય મંત્રીશ્રી દ્વારા જિલ્લાઓમાં સ્થાનિક પરિસ્થિતિઓને ધ્યાને રાખીને સુચારુરુપે આયોજન કરવામાં આવે. અને ભયમુક્ત વાતાવરણમાં દરેક વિદ્યાર્થી પરીક્ષા આપે તેવા તમામ આયોજન કરવામાં આવે તેવી તાકીદ કરવામાં આવી.દરેક વિભાગ દ્વારા પૂર્વઆયોજન કરીને વ્યવસ્થા કરવામાં આવે તેના સૂચનો કરવામાં આવ્યા.ગેરરીતિ અટકાવવા રાજ્યમાં તમામ પરીક્ષા કેન્દ્રો CCTV સહિતની વ્યવસ્થાથી સજજ કરવામાં આવ્યા છે.અરવલ્લી જિલ્લામાં બોર્ડની પરીક્ષાના આયોજનની તૈયારીઓની સમીક્ષા કરવામાં આવી.

જીતેન્દ્ર ભાટીયા,9429180079.
મોડાસા, અરવલ્લી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon