માળીયા હાટીના માં વિકાસના કામો માટે રૂ 1 કરોડ 7 લાખનું પેકેજ મંજુર
જુનાગઢ જીલ્લા પંચાયત બાંધકામ સમિતિના ચેરમેન દિલીપસિંહ નાજાભાઈ એ ગુજરાત સરકારમાં ધારદાર રજુઆત કરતા માળીયા હાટીના માં વિકાસના કામો માટે રૂ.1 કરોડ 7 લાખનું પેકેજ મંજુર કરાવ્યા
માળીયા હાટીના માં મુક્તિધામ થી વડાળા તરફ જતો રસ્તો તેમજ મુક્તિ ધામ પાસે મેઘલ નદી પર નો પુલ ખુબજ બિસ્માર હાલત માં છે તેમજ આજુ બાજુ વિસ્તાર જમીન નું ધોવાણ થતા જૂનાગઢ જીલ્લા પંચાયત બાંધકામ સમિતિના ચેરમેન દિલીપસિંહ નાજાભાઈ સીસોદીયાએ ગુજરાત સરકાર માં ધારદાર રજુઆત કરતા રૂ 1 કરોડ 7 લાખ નું પેકેજ મંજુર કરાવતા જૂનાગઢ જીલ્લા પંચાયત બાંધકામ સમિતિના ચેરમેન દિલીપસિંહ નાજાભાઈ સીસોદીયાએ તાત્કાલિક અધિકારીઓને ટેન્ડર પ્રક્રિયા ની કામગિરી કરવાની સૂચના આપી હતી
આ વિકાસના કામ માં માળીયા હાટીના થી વડાળા તરફ જતો રસ્તો, મુક્તિ ધામ પાસે આવેલ પુલનું રીનોવેશન, તેમજ પુલ સંરક્ષણ દીવાલ આમ કુલ 3 વિકાસના કામ માટે રૂ 1 કરોડ 7 લાખ નું પેકેજ જુનાગઢ જીલ્લા પંચાયત બાંધકામ સમિતિના ચેરમેન દિલીપસિંહ નાજાભાઈ સીસોદીયાએ મંજુર કરાવતા માળીયા હાટીનાની જાહેર જનતામાં તેમજ રાહદારીઓ માં ખુશીનો માહોલ છવાયો હતો
અંત માં જુનાગઢ જીલ્લા પંચાયત બાંધકામ સમિતિના ચેરમેન દિલીપસિંહ નાજાભાઈ સીસોદીયા જણાવેલ આ વિકાસ નું કામ ખુબજ સારી ક્વોલિટી બનાવવામાં આવશે તેવી ખાત્રી આપવામાં આવી હતી
રિપોર્ટર પ્રતાપ સીસોદીયા
માળીયા હાટીના
🪀મો.98255 18418
મો.75758 63292
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.