જસદણના દેવધરી ગામે ચોરી કરનાર બે તસ્કરોને વિંછીયા પંથકમાંથી રૂરલ ક્રાઇમ બ્રાંચે ઝડપી લીધા - At This Time

જસદણના દેવધરી ગામે ચોરી કરનાર બે તસ્કરોને વિંછીયા પંથકમાંથી રૂરલ ક્રાઇમ બ્રાંચે ઝડપી લીધા


જસદણના દેવધરી ગામે ચોરી કરનાર બે તસ્કરોને વિંછીયા પંથકમાંથી રૂરલ ક્રાઇમ બ્રાંચે ઝડપી લીધા

પોલીસ અધિક્ષક જયપાલસિંહ રાઠૌડ વણશોધાયેલ મિલ્કત વિરૂધ્ધના ગુનાઓ શોધી કાઢવા અંગે સુચનાઓ આપેલ હતી. જે અન્વયે એલસીબી રાજકોટ ગ્રામ્યના પોલીસ ઇન્સ. વી.વી.ઓડેદરાના માર્ગદર્શન હેઠળ સ્ટાફ મિલ્કત વિરૂધ્ધના ગુન્હાઓ કરતા ગુન્હેગારોને શોધી પકડી પાડવા માટેની કામગીરીમાં હતા તે દરમ્યાન પો.હેડ કોન્સ. પ્રણયભાઇ સાવરીયા, પો.કોન્સ. ભોજાભાઇ ત્રમટા,તથા મયુરભાઇ વાસાણીને સંયુકતમાં ચોકકસ ખાનગી બાતમીદારો મારફતે મળેલ હકિકત જીલ્લા વિસ્તારમાં દિવસ દરમ્યાન ઘરફોડ ચોરી કરનાર (૧) ગોપાલ ઉર્ફે ડગુડો જેસીંગભાઇ વણોદીયા ઉ.વ.રર રહે. તુરખા તા.જી. બોદાટ (૨) અજય ઉર્ફે કોળીયો જેન્તીભાઇ ઝાપડીયા ઉ.વ.૨૦ રહે. હાલ તુરખા તા. જી.બોટાદ મુળ ઇશ્વરીયા ગામ તા.ગઢડા (સ્વામીના) ને (૧) એક મોટર સાયકલ કિ. રૂા. રપ,૦૦૦ (૨) મોબાઇલ ફોન નંગ -૧ કિ. રૂ). ૫,૦૦૦ (૩) રોકડ રકમ રૂા. મળી કુલ રૂા. ૩૫,૦૦૦નો મુદામાલ સાથે ઝડપી લીધા હતા. પકડાયેલ બન્નેએ જસદણના દેવધરી ગામે સુરેશભાઇના ઘરમાંથી ચોરી કર્યાની કબુલાત આપી હતી. પકડાયેલ અજય અગાઉ ગોંડલ તાલુકા પોલીસ મથકની બે ચોરીમાં પકડાઇ ચુકયો છે. આ કાર્યવાહીમાં રૂરલ ક્રાઇમ બ્રાંચના પીએસઆઇ એચ.સી.ગોહીલ, ડી.જી.બડવા, એ.એસ.આઇ. મહેશભાઇ જાની, ધર્મેશભાઇ બાવળીયા, રસીકભાઇ જમોડ તથા ભાવેશભાઇ મકવાણા જોડાયા હતા.

(કરશન બામટા)


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.