સાબરકાંઠા જિલ્લામાં-: હડકાયા શ્વાને બાળક હુમલો કરતાં 85 ટાંકા આવ્યા,માતાએ શ્વાનના મોઢામાંથી દીકરાને ખેંચી તેનો જીવ બચાવ્યો,ઇડરના ગોરલમાં હડકાયા શ્વાનનો ત્રણ જણા ઉપર હૂમલો….
સાબરકાંઠા જિલ્લામાં-: હડકાયા શ્વાને બાળક હુમલો કરતાં 85 ટાંકા આવ્યા,માતાએ શ્વાનના મોઢામાંથી દીકરાને ખેંચી તેનો જીવ બચાવ્યો,ઇડરના ગોરલમાં હડકાયા શ્વાનનો ત્રણ જણા ઉપર હૂમલો.......
-----------------------------------------------------------------------------------------------------------
સાબરકાંઠાના-: ઇડર તાલુકાના ગોરલમાં છેલ્લા ચાર દિવસમાં બે હડકાયા શ્વાન પૈકી એક શ્વાને બે બાળકો સહીત ત્રણ ઉપર હુમલો કર્યો હતો.જે હુમલામાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલા બાળકને ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે લઈ જવાયો હતો.ત્યારે ગ્રામજનો દ્વારા એક હડકાયા શ્વાનનો નિકાલ કરવામાં આવ્યો હતો..
જો કે અન્ય પણ એક તેવું જ શ્વાન ગામમાં ફરી રહ્યું હોવાનું જાણવા મળ્યું હતું.આ અંગેની વિગતે એવી છે કે ગોરલમાં બે શ્વાન હડકાયા થયા પછી તેમનો આંતક વધી ગયો હતો. તે હડકાયા શ્વાને બે બાળકો સહિત ત્રણ પર હુમલો કરી ઈજાઓ કરી હતી.ગત ગુરુવારે સાંજે પડિકું લઈને ઘરે આવતા સમયે માતા નસરીન ઈમરાનભાઈ મનસુરી સાથે બે વર્ષીય દીકરો ઈજ્હાન પા-પા પગલી કરતો હતો.આ દરમિયાન બે હડકાયા શ્વાને બાળક ઉપર હુમલો કરી મોઢાનો ભાગ પકડી લીધો હતો.માતાએ હિંમત રાખીને હડકાયા શ્વાનના મોઢામાંથી પોતાના દીકરાના બે પગ ખેંચી તેને બચાવી લીધો હતો..
ત્યારે બુમાબુમ થઈ જતાં આસપાસના લોકો સ્થળ ઉપર દોડી આવ્યા હતા.તે બાદ ગંભીર ઈજાગ્રસ્ત બાળકને તાત્કાલિક વાહનમાં ભિલોડા ત્રણ રસ્તે કે.એચ હોસ્પીટલમાં લઇ જવામાં આવ્યો હતો.બાળકના મોઢા ઉપર એક તરફ આંખ, કાન અને નાક નજીક, ગાલ ઉપર ગંભીર ઈજાઓ થઇ હતી.જેથી તેની સારવાર કરી 80 થી 85 ટાંકા લેવા પડ્યા હતા.જો કે હાલમાં બાળકની સ્થિતિ સારી છે.આ અંગે ઈડરના સુરપુર ગામ નસરીનબેનના માતા શરીફાબેને જણાવ્યું હતું કે, મારી દીકરી તેના દીકરાને લઈને પડીકું લેવા ગઈ હતી.ત્યારે તેના સાથે ચાલવાની ઝીદ પકડતા બે વર્ષીય દીકરા પર હડકાયા શ્વાને હુમલો કર્યો હતો.જેથી તેને 80થી 85 ટાકા આવ્યા છે.જે હોસ્પીટલમાં દાખલ છે.ગામમાં હડકાયું શ્વાને ત્રણ જણા ઉપર હુમલો કર્યો છે..
જેથી ગ્રામજનોએ હડકાયા શ્વાનનો નિકાલ કરી દીધો છે.બે પૈકી એક શ્વાનને ગ્રામજનો દ્વારા નિકાલ કરી દીધો છે.હડકાયા બીજા શ્વાનની શોધ ખોળ ચાલી રહી છે તે પણ ફરી રહ્યું છે.
રિપોર્ટર-:
મોહમ્મદ શફી તાંબડીયા
સાબરકાંઠા.....
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.