ટાટીયા ભાંગી નાખવાની ધમકી અને જાતિ પ્રત્યે અપમાનિત કરતા વિછીયા માં પોલીસ ફરિયાદ નોંધાય
ટાટીયા ભાંગી નાખવાની ધમકી અને જાતિ પ્રત્યે અપમાનિત કરતા વિછીયા માં પોલીસ ફરિયાદ નોંધાય
વિછીયા તાલુકાના વાંગધ્રા ગામે રહેતા અરુણાબેન જીવાભાઇ પરમાર ઘરે તેમના મમ્મી સાથે હતા તે દરમિયાન તેમની ઘરની પાછળ તેમના સમાજના મહેશભાઈ મંગાભાઈ પરમાર ના મિત્ર હિતેશ લગધીરભાઈ ખાચર રહે તરઘરા તથા તેની સાથે એક અજાણ્યો માણસ મોટરસાયકલ લઈને ઘર પાસે આવેલ અને ઘરનો દરવાજો ખુલ્લો હતો અને તેની ઘરની અંદર આવેલ. અરુણાબેન જેથી આ મહેશભાઈ ના ઘરે તથા તેના ગામમાં અવાર નવાર આવતા હોવાથી હિતેશભાઈ ને સારી રીતે ઓળખતા અને પછી ઘરે થી અજાણ્યો માણસ મોટર સાયકલ લઈને જતો રહેલ. ત્યારબાદ હિતેશભાઈએ અરુણાબેન ને કહેલ તું મારી હારે હાલ મારે તને લઈ જવાની છે જેથી અરુણાબેન ના મમ્મીએ કહેલ કે તમે અહીંયા થી જતો રે મારી દીકરીને તમારી સાથે કેમ મોકલું તેમ કહેતા હિતેશભાઈ એકદમ ઉશ્કેરાઈ જતા કહેલ કે તારા પરિવારને જોઈ લઈશ ( જ્ઞાતિ નું નામ લઈ ) તમે શું કરી લેવાના ? તમારે રહેવું હોય તેમ રહેજો તમારા બધાના ટાટીયા ભાંગી નાખવા છે, તેવી ધમકી આપતા સાથે આવેલ અજાણ્યો માણસ તેમના દરવાજા પાસે આવતા મોટરસાયકલ માં બેસી જતા રહેલ જેથી અરુણાબેન એ વિછીયા પોલીસ સ્ટેશનમાં તરઘરા ગામના રહેવાસી હિતેશ ખાચર અને તેની સાથે આવેલ અજાણ્યા માણસ સામે આઇપીસી કલમ નંબર 354 506 447 114 તથા એટ્રોસિટી એક કલમ 3(1) (R),૩(1)W, 3(2)(5 - અ) મુજબનો ગુન્હો દાખલ કરવામાં આવ્યો હતો.
રિપોર્ટ હર્ષદ ચૌહાણ
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.