એમ જી શાહ પ્રાથમિક વિભાગ શ્રી જે.બી શાહ ઇંગ્લીશ મીડીયમ સ્કુલમાં વિશ્વ માતૃભાષા દિનની ઉજવણી કરવામાં આવી - At This Time

એમ જી શાહ પ્રાથમિક વિભાગ શ્રી જે.બી શાહ ઇંગ્લીશ મીડીયમ સ્કુલમાં વિશ્વ માતૃભાષા દિનની ઉજવણી કરવામાં આવી


એમ જી શાહ પ્રાથમિક વિભાગ શ્રી જે.બી શાહ ઇંગ્લીશ મીડીયમ સ્કુલમાં 21/ 2/23 ના રોજ વિશ્વ માતૃભાષા દિનની ઉજવણી કરવામાં આવી જેમાં ધોરણ છ થી આઠ ના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. વિદ્યાર્થીઓએ પોતાના વક્તવ્યમાં માતૃભાષા નું મહત્વ મારી માતૃભાષા ,મારી પ્રિય ભાષા ગુજરાતી વિશે પોતાનો અભિપ્રાય આપ્યો હતો .અંગ્રેજી માધ્યમમાં અભ્યાસ કરતા હોય પરંતુ પોતાની માતૃભાષા કદી ભૂલવી ન જોઈએ અને માતૃભાષા ગુજરાતીનું મહત્વ વિશે આચાર્ય દિપકભાઈ મોદીએ પોતાના વક્તવ્યમાં જણાવ્યું હતું.
બાળકોને પ્રોત્સાહિત કરવા માટે સીઆરસી ધર્મેશભાઈ પરમાર હાજર રહ્યા હતા તેઓએ ગુજરાતી કવિઓએ ગુજરાતી ભાષાનું મહત્વ વિશે વાત કરી હતી. માધ્યમિક વિભાગના કાર્યકારી આચાર્ય પ્રદીપભાઈ જયસ્વાલ હાજર રહ્યા હતા
મદદનીશ શિક્ષકોએ પણ ગુજરાતી ભાષાનું મહત્વ વિદ્યાર્થીઓને સમજાવ્યું હતું કાર્યક્રમનું સફળ સંચાલન તપસ્યા બેન ત્રિવેદી એ કર્યું હતું. મ.લા. ગાંધી ઉચ્ચતર કેળવણી મંડળ ના પ્રમુખશ્રી નવીનચંદ્ર આર. મોદી તેમજ પ્રભારી મંત્રી શ્રી પરેશભાઈ બી.મહેતાએ આ કાર્યક્રમના આયોજન બદલ આચાર્ય, શિક્ષકો તેમજ વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવ્યા હતા.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.