જિલ્લા આયોજન મંડળ સાબરકાંઠાની જિલ્લા પ્રભારી મંત્રીશ્રી બળવંતસિંહ રાજપૂતના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ : વિકાસ કામો કયા સ્ટેજે છે અને કેટલા ટકા પ્રગતિ થઈ તેનોરિપોર્ટ પ્રભારી મંત્રીને મોકલી આપવા અમલીકરણ અધિકારીને તાકીદ
*જિલ્લાના વિકાસના કામો મંજૂર થાય તેના ૯૦ દિવસમાં પ્રજાલક્ષી કામો પૂર્ણ કરવા નવીન કામો તાલુકામાંથી દરખાસ્ત સાથે આવે ફેરફારને અવકાશ હોય તેની સત્તા કલેક્ટરશ્રીને આધિન રહેશે.*
-પ્રભારી મંત્રી શ્રી બળવંતસિંહ રાજપુત
****************
*જિલ્લા આયોજન મંડળ સાબરકાંઠાની જિલ્લા પ્રભારી મંત્રીશ્રી બળવંતસિંહ રાજપૂતના અધ્યક્ષ સ્થાને બેઠક યોજાઈ : વિકાસ કામો કયા સ્ટેજે છે અને કેટલા ટકા પ્રગતિ થઈ તેનો રિપોર્ટ પ્રભારી મંત્રીને મોકલી આપવા અમલીકરણ અધિકારીને તાકીદ*
**************
*વર્ષ-૨૦૨૩-૨૪ એજન્ડા નોંધમાં જિલ્લા આયોજન મંડળ સાબરકાંઠા દ્વારા ૮૧૮ કામોને મંજૂર કરવામાં આવ્યા*
**************
સાબરકાંઠા જિલ્લાના પ્રભારી મંત્રીશ્રી બળવંતસિંહ રાજપૂતની અધ્યક્ષતામાં કલેકટર કચેરી સભાખંડમાં તારીખ ૨૦/૨/૨૦૨૩ને સોમવારના રોજ ૧૧.૩૦ કલાકે જિલ્લા આયોજન મંડળની બેઠક ઉદ્યોગ,લઘુ, સુક્ષ્મ અને મધ્યમ ઉદ્યોગ કુટીર, ખાદી અને ગ્રામ ઉદ્યોગ નાગરિક ઉડ્ડયન શ્રમ અને રોજગાર કેબિનેટ મંત્રીશ્રીની અધ્યક્ષતામાં બેઠક મળી હતી.
આ બેઠકમાં વિકેન્દ્રિત જિલ્લા આયોજન કાર્યક્રમની ૧૫ ટકા વિવેકાધીન જોગવાઈ ૫ ટકા પ્રોત્સાહક જોગવાઈ તથા નગરપાલિકા વિવેકાધીન જોગવાઈ વર્ષ ૨૦૨૩-૨૪નું આયોજન મંજૂર કરવામાં આવ્યું હતું. અને ખાસ પ્લાન (બક્ષીપંચ)નું આયોજન રજૂ કરવામાં આવ્યું હતું.
આ વર્ષ ૨૦૨૩-૨૪ના સાબરકાંઠા જિલ્લાના વિકેન્દ્રિત જિલ્લા આયોજનની વિવિધ જોગવાઇ પૈકી વિવેકાધીન જોગવાઇ હેઠળ ૭૨૪ કામો માટે રૂ.૧૦૪૦.૪૦ લાખ, ૫ ટકા પ્રોત્સાહક જોગવાઈ અંતર્ગત ૪૯ કામો માટે રૂ.૩૫ લાખ, આદિજાત વિકાસના ૫૫ કામ માટે રૂ. ૯૦.૦૦ લાખ, અનુસૂચિત જાતિ વિકાસના ૮૦ કામ માટે રૂ. ૧૧૯.૦૦ લાખ, જિલ્લાની ૬ નગરપાલિકાઓના ૨૦ કામો માટે ૧૫૧.૮૫ લાખ, જિલ્લાના સામાજીક અને શૈક્ષણિક પછાત તાલુકાના વિકાસ માટેના ૧૩ કામો માટે રૂ.૨૫ લાખ મળી કુલ ૮૧૮ કામો માટે રૂ.૧૨૫૨.૨૫ લાખની જોગવાઇ કરવામાં આવી છે. આ ઉપરાંત સસંદસભ્ય અને ધારાસભ્ય ગ્રાન્ટની પણ સમીક્ષા કરવામાં આવી હતી.
આ પ્રસંગે મંત્રીશ્રી બળવંતસિંહ રાજપૂતે જણાવ્યું હતું કે જિલ્લાના વિકાસના કામો મંજૂર થાય તેના ૯૦ દિવસમાં પ્રજાલક્ષી વિકાસ કામો પૂર્ણ કરવા અને કામોના પ્રગતિ અહેવાલ સમયાંતરે જિલ્લા કલેક્ટરશ્રીને મોકલી આપવાનું રહેશે. તેમજ તેની જાણ પ્રભારી મંત્રીશ્રીને કરવા જણાવ્યું હતું અને સાથે સાથે નવીન કામો તાલુકામાંથી જન પ્રતિનિધિઓની ભલામણ સાથે દરખાસ્ત આપે કે ફેરફારને અવકાશ હોય તો તેની સત્તા કલેક્ટરશ્રીને આધીન રહેશે અને તેની મંજૂરી અધ્યક્ષ સ્થાનેથી મેળવવાની રહેશે. જિલ્લાના અધિકારીઓએ વિકાસના કામો કયા સ્ટેજે છે અને કેટલી પ્રગતિ થઈ તેનો રિપોર્ટ પ્રભારી મંત્રીને મોકલી આપવા જણાવ્યું હતું. વિકાસના કામો ઝડપથી પૂર્ણ થાય અને લોકોની સુખાકારીમાં વધારો થાય તે જોવા ઉપર ભાર મૂક્યો હતો.
આ બેઠકમાં સાબરકાંઠાના સાંસદશ્રી દિપસિંહ રાઠોડ,ઇડરના ધારાસભ્યશ્રી રમણલાલ વોરા, હિંમતનગરના ધારાસભ્ય શ્રી વી.ડી.ઝાલા, ખેડબ્રહ્માના ધારાસભ્યશ્રી ડૉ.તુષાર ચૌધરી અને તાલુકા પંચાયતના પ્રમુખશ્રીઓ અને ચૂંટાયેલા જન પ્રતિનિધિઓ ઉપસ્થિત રહીને રચનાત્મક સૂચનો કર્યા હતા.
જિલ્લા કલેકટરશ્રી હિતેષ કોયા દ્વારા જિલ્લામાં થઈ રહેલા વિકાસ કામો અને પ્રગતિ અંગે મંત્રીશ્રીને માહિતગાર કરવામાં આવ્યા હતા અને જિલ્લાને ફાળવેલ ગ્રાન્ટ અને કરવામાં આવેલા ખર્ચની વિગતો પ્રેઝન્ટેશન મારફત રજૂ કરવામાં આવ્યા હતા. બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી દિપેશ શાહ, જિલ્લા આયોજન અધિકારીશ્રી પંચોલી તથા જિલ્લા આયોજન મંડળના નિરીક્ષકશ્રી, તાલુકા વિકાસ અધિકારીશ્રી અને જિલ્લાના સંબંધીત વિભાગના અમલીકરણ અધિકારીઓ બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા.
***********************
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.