નેત્રંગની આઈસ ગર્લ દ્રષ્ટિ વસાવાના સબળ નેતૃત્વ થકી ટીમ ગુજરાતને સુર્વણ પદક એનાયત કરાયો. - At This Time

નેત્રંગની આઈસ ગર્લ દ્રષ્ટિ વસાવાના સબળ નેતૃત્વ થકી ટીમ ગુજરાતને સુર્વણ પદક એનાયત કરાયો.


નેત્રંગની આઈસ ગર્લ દ્રષ્ટિ વસાવાના સબળ નેતૃત્વ થકી ટીમ ગુજરાતને સુર્વણ પદક એનાયત કરાયો.

જમ્મુ કાશ્મીરમાં રમાયેલ “ખેલો ઈન્ડિયા નેશનલ વિન્ટર ગેમ”ની ત્રીજી આવૃત્તિમાં “ટીમ ગેમ વુમન”માં ગુજરાતે સુવર્ણ પદક મેળવ્યો.

જમ્મુ કશ્મીરના ગુલમર્ગ ખાતે યોજાયેલ ખેલો ઈન્ડીયા નેશનલ વિન્ટર ઓલ્મપિક ગેમ-૨૦૨૩ની ત્રીજી આવૃત્તિ ૧૦મી ફેબુઆરીથી ૧૪મી ફેબુઆરી યોજાઈ હતી. આ સ્પર્ધામાં દેશ તરફથી જુદા- જુદા ૧૮ રાજ્યોના ખેલાડીઓએ ખેલો ઈન્ડીયા નેશનલ વિન્ટર ગેમમાં ભાગ લીધો હતો.આજરોજ ગુલમર્ગ ખાતે સ્પર્ધાનો સમાપન સમારોહ યોજાયો હતો.

આ સ્પર્ધામાં ગુજરાતની ટીમે ભરૂચના નેત્રંગની આઈસ ગર્લ દ્રષ્ટિ વસાવાના સબળ નેતૃત્વએ ગુજરાતની ટીમને સુવર્ણ પદક અપાવ્યો છે.જ્યારે સિલ્વર પદક રાજસ્થાનની ટીમને ,બ્રોન્ઝ-૧ પદક દિલ્હી તથા બ્રાન્ઝ-૨ પદક તામિલનાડુની ટીમને એનાયત કરવામાં આવ્યો હતો.

*વિવિધ કેટેગરીઓ પૈકી....*

ખેલો ઈન્ડિયા નેશનલ વિન્ટર ગેમમાં આઈસ સ્ટોકની રમતમાં મહિલા ખેલાડીઓના પ્રતિનિધિત્વ કરતી જુદી- જુદા ઈવેન્ટ જેવી કે, ટીમ ગેમ, ટીમ ટાર્ગેટ, ટીમ ડીસ્ટન્સ, ઈન્ડીવ્યુઝઅલ ટાર્ગેટ, ઈન્ડીવ્યુઝઅલ ડીસ્ટન્સ જેવી મહિલાઓની કેટેગરીમાં આઈસ સ્ટોક ગેમ રમાઈ હતી.

જેમાં “ટીમ ગેમ વુમન”માં ગુજરાતની ટીમે ગોલ્ડ મેડલ મેળવ્યો હતો. આ ટીમમાં નેત્રંગની આઈસ ગર્લ દ્રષ્ટિ વસાવાએ સિનિયર ગર્લની ટીમને નેતૃત્વ પુરૂં પાડ્યું હતું .જેમાં સુરતની સીમરન અગ્રવાલ તથા વિશ્વા તેમજ તાપી જિલ્લાની ખ્યાતિ ગામીતનો પણ સમાવેશ થાય છે.

ભરૂચ જિલ્લા બ્યુરો ચીફ
બ્રિજેશકુમાર પટેલ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.