વિજાપુર તાલુકાના ખરોડ ગામ માં સ્ટ્રીટ લાઈટ નું કનેક્શન કાપતાં અંધારપટ છવાયો. - At This Time

વિજાપુર તાલુકાના ખરોડ ગામ માં સ્ટ્રીટ લાઈટ નું કનેક્શન કાપતાં અંધારપટ છવાયો.


ખરોડ માં અંધારા માં રાત્રિના સમયે બહાર નિકળીતા પ્રજાજનો ભય લાગી રહ્યો છે.

ખરોડ ગ્રામપંચાયત વિજ બીલ ન ભરતાં અંધારપટ

વિજાપુર તાલુકાના ખરોડ ગામ માં સ્ટ્રીટ લાઈટ નું કનેક્શન કાપતાં અંધારપટ છવાયો.

ઉત્તર ગુજરાતમાં આવેલુ મહેસાણા જિલ્લાનું વિજાપુર તાલુકા નું ખરોડ ગામ માં અંધારપટ છવાઈ ગયો છે. આમ જોવા જઈએ તો ખરોડ ગ્રામ પંચાયત નો વહીવટ છેલ્લા કેટલાય સમય થી વહીવટ દાર કરે છે. અને તેની સાથે એવું કહેવાય છે કે ગુજરાત રાજ્ય ના પૂર્વ મુખ્યમંત્રી હાલમાં ઉત્તરપ્રદેશ ના રાજયપાલ તેવા આનંદીબેન પટેલ ના ગામમાં જ સ્ટ્રીટ લાઈટો નું વીજળી નું બીલના ભરતાં વીજ કંપની દ્વારા સ્ટ્રીટ લાઈટ નું કનેક્શન કાપી નાખવામાં આવ્યું છે.
જયારે રાત્રીના સમયે આખું ગામ અંધારપટ છવાઈ જતાં ગામ ની પ્રજાજનો ને પરેશાન માં હાલાકી ભોગવવી પડી રહી છે. આ ગ્રામપંચાયત દ્રારા સ્ટ્રીટ લાઈટો નું વીજળી બીલ ભરવાનાં પૈસા બાકી રાખતાં વીજ કંપની દ્વારા સ્ટ્રીટ લાઈટ નું કનેક્શન કાપી નાખું છે. તેથી ખરોડ ગામ માં અંધારપટ થવા થી રાત્રી સમય ચોરી,લુટફાટ, બળાત્કાર, વગેરે ધટના બની શકે તેવી સંભાવના અને આ ખરોડ ગામ સરપંચ નથી પણ આ ગ્રામપંચાયત નો વહીવટ વહીવટ દારથી થાય છે. શું આ ગામમાં વહીવટદાર સ્ટ્રીટ લાઈટ નું બીલ ભરી ને વીજળી ની સવલતો પૂરી પાડશે ખરાં તેવું ગ્રામજનો આતુરતા થી રાહ જોઈ રહ્યાં છે.
ખરોડ ગામ એ પૂર્વ મુખ્યમંત્રી ,રાજયપાલ તથા મહેસાણા જીલ્લા ના પૂર્વ ભાજપ પ્રમુખ ના જ ગામ માં અંધારપટ છવાઈ જાય તો બીજા ગામ, તાલુકા જિલ્લા માં કે રાજય શું હશે પ્રજાજનો ને ખબર ખરોડ ગ્રામ પંચાયત માં સરપંચ નથી તો વહીવટદાર ધોર નિદ્રાધીન છે. ખરોડ ગ્રામ પંચાયત નો વહીવટદાર જાગૃત થઈ ને આ ગામને અંધારપટ મુક્ત કયારે કરશે અને ગ્રામ પંચાયત દ્વારા તાત્કાલિક બાકી રહેતું વિજ બીલ ભરી ને સ્ટ્રીટ લાઈટ ચાલુ કરવા માટે ખરોડ પ્રજાજનો ની માંગ ઉઠી રહી છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.