અમરેલી જિલ્લા રોજગાર કચેરી અને આઈ.ટી.આઈ દ્વારા તા.૦૭ ફેબ્રુઆરીએ અનુબંધમ વેબપોર્ટલના ડિજિટલ માધ્યમથી રોજગાર ભરતી મેળો યોજાશે - At This Time

અમરેલી જિલ્લા રોજગાર કચેરી અને આઈ.ટી.આઈ દ્વારા તા.૦૭ ફેબ્રુઆરીએ અનુબંધમ વેબપોર્ટલના ડિજિટલ માધ્યમથી રોજગાર ભરતી મેળો યોજાશે


અમરેલી જિલ્લા રોજગાર કચેરી અને આઈ.ટી.આઈ દ્વારા તા.૦૭ ફેબ્રુઆરીએ અનુબંધમ વેબપોર્ટલના ડિજિટલ માધ્યમથી રોજગાર ભરતી મેળો યોજાશે

અમરેલી તા.૦૪ ફેબ્રુઆરી, ૨૩ (શનિવાર) અમરેલી જિલ્લાના યુવા અને ઉત્સાહી રોજગાર ઈચ્છુકોને રોજગારીનો ઉમદા અવસર પ્રાપ્ત થાય તેવા હેતુસર જિલ્લા રોજગાર વિનિમય કચેરી અને ઔદ્યોગિક તાલીમ સંસ્થા રાજુલાના સંયુક્ત ઉપક્રમે જિલ્લાની ઉત્સાહી અને ઉર્જાવાન રોજગાર ઈચ્છુકો માટે રાજ્યના ખાનગી અગ્રગણ્ય એકમ અદાણી મુન્દ્રા સોલાર પ્રા.લી. માટે મેન પાવર સર્વિસીસ ઈન્ડિયા પ્રા.લી. દ્વારા ૧૮ થી ૨૮ વર્ષની વયમર્યાદા ધરાવતા હોય તેવા ઉમેદવારોની ખાલી જગ્યાઓને અનુરુપ આવશ્યકતા છે. આ રોજગાર ભરતી મેળામાં આઈ.ટી.આઈ (કોપા સિવાય) ડિપ્લોમાં એન્જિનિયરીંગ (મિકેનીકલ, ઇલેક્ટ્રિકલ, ઈન્સ્ટ્રુમેન્ટ) બેચલર ઓફ સાયન્સ અને અન્ય સ્નાતક અભ્યાસક્રમ ધરાવતાં હોય તેમજ ધો. ૧૨ પાસની લાયકાત ધરાવનાર રોજગાર ઇચ્છુકો માટે તા.૦૭મી ફેબ્રુઆરીએ સવારે ૧૦.૦૦ વાગ્યે આઈ.ટી.આઈ રાજુલા, ડુંગર રોડ ખાતે ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. આ ભરતી મેળામાં ભાગ લેવા ઇચ્છુક હોય તેવા ઉમેદવારોએ આધાર કાર્ડ તેમજ શૈક્ષણિક લાયકાતના તમામ દસ્તાવેજો સાથે અનુબંધમ પોર્ટલ પર જોબ સિકર તરીકે નોંધણી કરાવવી ફરજિયાત છે. અનુબંધમ પોર્ટલ પર જોબસીકર માટેની રજિસ્ટ્રેશન લીંક https://anubandham.gujarat.gov.in/account/signup પરથી નોંધણી કરવાની રહેશે. નોંધણી થયા બાદ પોર્ટલ પર login કરીને પોર્ટલ પર જોબફેર મેનુમાં ક્લિક કરી જરૂરી વિગત ભર્યા બાદ જોબફેરમાં ભાગ લઈ શકશે, તેમ આચાર્યશ્રી ઔદ્યોગિક તાલીમ સંસ્થા રાજુલાએ એક યાદીમાં જણાવવામાં આવ્યું છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.