હિંમતનગર ખાતે આયુષ સારવાર કેમ્પ યોજાયો જેમાં ૧૨૦૦ થી વધુ લોકોએ લાભ લીધો - At This Time

હિંમતનગર ખાતે આયુષ સારવાર કેમ્પ યોજાયો જેમાં ૧૨૦૦ થી વધુ લોકોએ લાભ લીધો


હિંમતનગર ખાતે આયુષ સારવાર કેમ્પ યોજાયો જેમાં ૧૨૦૦ થી વધુ લોકોએ લાભ લીધો
********
આ કેમ્પમાં અગ્નિકર્મ સ્પેસાલીસ્ટ ડૉ. પિનાકીન પંડ્યા ઉપસ્થિત રહી સેવાનો લાભ આપ્યો હતો
**********
સાબરકાંઠા જિલ્લા પંચાયત પ્રમુખશ્રી ધિરજભાઇ પટેલ દ્રારા આયુષ મેળો ખુલ્લો મુકાયો હતો. આયુષ કચેરી ગાંધીનગર અને સાબરકાંઠા જિલ્લા પંચાયત તથા સરકારી આયુર્વેદિક હોસ્પિટલ હિંમતનગર દ્વારા આયુષ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.

હિંમતનગર અને આસપાસના પ્રજાજનોની આરોગ્ય સુખાકારી હેતુ આ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આ મફત આયુર્વેદિક અને હોમિયોપેથીક કેમ્પ અલગ અલગ પ્રકારના આયુર્વેદિક સ્ટોલ લાગવામાં આવ્યા હતા. આ કેમ્પ દિનચર્યા, ઋતુચર્યા,યોગનિર્દેશન,આયુર્વેદિક વનસ્પતિ પ્રદર્શન અને હોમિયોપેથિક પ્રદર્શન લોકોમાં આરોગ્ય પ્રત્યે જાગૃતિ લાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.
આ મેળામાં સ્ત્રીરોગ,બાળકોના રોગો, ચામડીના રોગો અગ્નિક્રમ, પંચકર્મ નાડીપરીક્ષણ વગેરે રોગોનું નિદાન મફત કરવામાં આવ્યું હતું. જેમાં ઓપીડીમાં ૨૨૨, અગ્નિકર્મમાં ૭૪, પંચકર્મમાં ૧૨૫, નાડી પરીક્ષણમાં ૧૪૫,આરોગ્ય જાગૃતિમાં ૨૩૭, જેમાં ૧૨૨ બાળકોને સુવર્ણપ્રાશન કરાવામાં આવ્યું. આમ આ મેળામાં ૧૨૦૦ થી વધુ લોકોએ લાભ લીધો હતો.
આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારીશ્રી દિપેશ શાહ, હિંમતનગર ધારાસભ્યશ્રી વી.ડી.ઝાલા, નગરપાલિકા પ્રમુખ શ્રીમતી યતિનાબેન મોદી, આરોગ્ય સમિતિના પ્રમુખશ્રી શંકરભાઇ બગેડીયા, ડૉ.ખરાડી, અગ્નિકર્મ સ્પેસાલીસ્ટ ડો. પિનાકીન પંડ્યા, આયુર્વેદ હોસ્પિટલ હિંમતનગરના ડૉ કલ્પેશભાઇ જોષી, ડૉ. મનહરભાઇ પ્રજાપતિ અને મોટી સંખ્યામાં બાળકો, વૃધ્ધો, મહિલાઓએ લાભ લીધો હતો.

********


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.