ભરૂચ જિલ્લા યોંગમૂડો એસોસિએશન અને બટકનાથ વ્યાયામ શાળામાં તૈયાર થયેલ રમતવીર યોંગમૂડો નેશનલ સ્પર્ધામા ઝલકયા .
ભરૂચ જિલ્લા યોંગમૂડો એસોસિએશન અને બટકનાથ વ્યાયામ શાળામાં તૈયાર થયેલ રમતવીર યોંગમૂડો નેશનલ સ્પર્ધામા ઝલકયા .
યોંગમૂડો નેશનલ સ્પર્ધામા ગુજરાતના બાળકોએ ૧૨ ગોલ્ડ, ૧૦ સિલ્વર અને ૫ બ્રોન્ઝ મેડલ જીતી ગુજરાત નુ ગૌરવ વધાર્યું.
મહારાષ્ટ્રના નાંદેડ ખાતે ૭ મી નેશનલ સ્પર્ધા નું આયોજન તા . ૨૭,૨૮ અને ૨૯ મી જાન્યુઆરીના રોજ કરવામાં આવ્યું હતું . આ સ્પર્ધામાં ગુજરાતની ટીમે ૧૨ ગોલ્ડ , ૧૦ સિલ્વર , અને ૫ બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત કરી ચેમ્પિયનશિપ પ્રાપ્ત કરી હતી .
રાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધામાં ભરૂચ જિલ્લા યોંગમૂડો એસોસિએશન અને બટકનાથ વ્યાયામ શાળામાં તૈયાર થયેલ રમતવીર નિલય પટેલે ગોલ્ડ અને સિલ્વર મેડલ , ઉજ્જવલ પ્રજાપતિ ગોલ્ડ મેડલ , રોહન ઓડ ગોલ્ડ મેડલ , અનિરુદ્ધ સુરતિયા ગોલ્ડ મેડલ , રાજપુત મંગલિયા ગોલ્ડ મેડલ , અને આયુષ પાટણવાડીયા એ સિલ્વર મેડલ પ્રાપ્ત કરી ભરૂચના ગૌરવમાં વધારો કર્યો હતો .
ગોલ્ડ મેડલ પ્રાપ્ત કરનાર રમતવીરો આગામી શ્રીલંકા ખાતે યોજાનાર સાઉથ એશિયન સ્પર્ધા માટે પસંદગી પામ્યા હતા.
ભરૂચ જિલ્લા બ્યુરો ચીફ
બ્રિજેશકુમાર પટેલ
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.