ભરૂચના માતરીયા તળાવ અને બગીચાનું ડેવલોપમેન્ટ અને બ્યુટીફીકેશનનું ખાતમુહૂર્ત ધારાસભ્ય શ્રી રમેશભાઈ મિસ્ત્રીની પ્રેરક ઉપસ્થિતિમાં કરાયું - At This Time

ભરૂચના માતરીયા તળાવ અને બગીચાનું ડેવલોપમેન્ટ અને બ્યુટીફીકેશનનું ખાતમુહૂર્ત ધારાસભ્ય શ્રી રમેશભાઈ મિસ્ત્રીની પ્રેરક ઉપસ્થિતિમાં કરાયું


ભરૂચના માતરીયા તળાવ અને બગીચાનું ડેવલોપમેન્ટ અને બ્યુટીફીકેશનનું ખાતમુહૂર્ત ધારાસભ્ય શ્રી રમેશભાઈ મિસ્ત્રીની પ્રેરક ઉપસ્થિતિમાં કરાયું

ભરૂચ:બુધવાર:ભરૂચ-અંકલેશ્વર શહેરી વિકાસ સત્તામંડળ (બૌડા) દ્વારા ભરૂચના શહેરીજનો માટે ભરૂચ શહેરના લિંકરોડ પર આવેલ માતળીયા તળાવને પર્યટન સ્થળ, પીકનીક પોઈન્ટ અને વધુ મનમોહક બનાવવા માટે ચેરમેનશ્રી, બૌડા અને કલેકટર શ્રી તુષાર સુમેરાના માર્ગદર્શન હેઠળ માતરિયા તળાવનું ડેવલોપમેન્ટ અને બ્યુટીફીકેશનની કામગીરી ભરૂચ- અંકલેશ્વર શહેરી વિકાસ સત્તામંડળ (બૌડા) દ્વારા હાથ ધરાયું હતું.

આ ખાતમુહૂર્ત ભરૂચના ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રી તથા ઉપસ્થિત મહાનુભાવોના વરદ્હસ્તે કરાયું હતું .

આ પ્રસંગે ભરૂચના ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રીએ પ્રાસંગિક પ્રવચનામાં જણાવ્યું હતું કે,’’ભરૂચ નગર માટે કંઈક કરવું છે’’ આ વિચાર જ નગરજનોને નવો જોમ અને ઉત્સાહ પૂરો પાડે છે.વધુમાં આ વેળાએ ભૂતકાળના તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદીના વર્ષ ૨૦૦૪ની આ સ્થળની પાણી યોજનાના સમારોહના સંસ્મરણો વિશે ઉપસ્થિત લોકોને જણાવ્યા હતા. આ યોજના થકી પંથકમાં પીવાની સુવિધા પૂરી પાડવાની નેમ વ્યક્ત કરાઈ હતી.આ પ્રસંગમાં નગરજનોને સહભાગી થવાની હાંકલ કરતાં તેમણે જણાવ્યું હતું કે, ભરૂચના નાગરિકોની અપેક્ષાઓને સાચા અર્થમાં સાકાર કરી શકાય તેમજ માતરિયા તળાવના રિડેલોપમેન્ટમાં અમૂલ્ય સૂચનોને આવકાર્યા હતા.

આ પ્રસંગે બૌડાના ચેરમેન અને જિલ્લા કલેકટર તુષાર સુમેરાએ જણાવ્યું હતું કે, દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના શહેરી વિકાસના દૂંરદેશી વિઝનને સાકાર કરવાની નેમ વ્યક્ત કરી હતી.વધુમાં તેમણે જણાવ્યું હતું કોઈ પણ રાજ્યનો ચહેરો તેના શહેરો છે.આથી જો શહેરો સ્વચ્છ બનશે તો રાજ્યનો ચહેરો પણ ખીલી ઉઠશે,આથી માય લીવેબલ ભરૂચ અંતર્ગત સ્વચ્છ ભરૂચની પરિક્લ્પનાને સાકાર કરવાની નેમ વ્યક્ત કરી હતી.વધુમાં તેમણે બૌડા અંતર્ગત વિવિધ આકાર પામેલી રહેલા પ્રોજેક્ટોની રૂપરેખા આપી હતી.

આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખ અલ્પાબેન પટેલ, નગરપાલિકા પ્રમુખ અમિતભાઈ ચાવડા તથા માજી ધારાસભ્ય દુષ્યંતભાઈ પટેલ વગેરેએ પ્રાસંગિક પ્રવચન કર્યા હતા.

આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખ અલ્પાબેન પટેલ,નગર પાલિકા પ્રમુખ અમિતભાઈ ચાવડા,જિલ્લા અગ્રણી મારુતિ સિંહ અટોદરિયા, શહેર પ્રમુખ પ્રકાશભાઈ પટેલ સહિત જિલ્લાના અગ્રણી પદાધિકારીઓ તથા નિવાસી અધિક કલેકટર એન આર ધાધલ સહિત અગ્રણી અધિકારીઓ અને કર્મચારીઓ સહિત મોટી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા હતાં.

ભરૂચ જિલ્લા બ્યુરો ચીફ
બ્રિજેશકુમાર પટેલ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon