મગફળી, કપાસ, સીંગદાણાની આજે આવક સ્વીકારાશે, કાલથી હરાજી
મજૂરો થરા ખાતે સમૂહલગ્નમાં ગયા હોવાથી હરાજી પ્રભાવિત થઈ
થરા ખાતે ભરવાડ સમાજના સમૂહલગ્નનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં બેડી યાર્ડમાં કામ કરતા મજૂરો ગયા છે. જેને કારણે જણસીની હરાજીને અસર થઇ છે. આ અંગે યાર્ડના સત્તાધીશોએ અગાઉથી જાણ કરી દીધી હતી. જેને કારણે મગફળી, કપાસ, સીંગદાણાની આવક બંધ રાખવામાં આવી હતી. કાલથી આવક સ્વીકારવામાં આવશે અને બુધવારથી હરાજી રાબેતા મુજબ શરૂ થશે. આ અંગે યાર્ડના ઈન્સ્પેક્ટરના જણાવ્યાનુસાર થરામાં મજૂરો મોટી સંખ્યામાં જવાના હોય તેમણે આ અંગે અગાઉથી જાણ કરી હતી. સામાન્ય રીતે યાર્ડમાં મોટી સંખ્યામાં ભરવાડ સમાજના મજૂરો કામ કરે છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.