સુરેન્દ્રનગર વઢવાણ શહેરી વિસ્તારોમાં સ્થાનિક લોકોના ઘરના ફળિયા સુધી ગટરના પાણીનો ભરાવો થતાં ગંદકીનું સામ્રાજય - At This Time

સુરેન્દ્રનગર વઢવાણ શહેરી વિસ્તારોમાં સ્થાનિક લોકોના ઘરના ફળિયા સુધી ગટરના પાણીનો ભરાવો થતાં ગંદકીનું સામ્રાજય


તા.29/01/2023/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર

સુરેન્દ્રનગર દુધરેજ વઢવાણ સંયુક્ત નગરપાલિકા છેલ્લા અઢી વર્ષમાં ઘણી વખત ચર્ચામાં આવી છે ત્યારે જે સુરેન્દ્રનગર શહેરી વિસ્તારોમાં કામો થવા જોઈએ તે કામો થતા નથી વિકાસના કામોને જાણે બ્રેક લાગી ગઈ હોય તેવું સ્પષ્ટ રીતે વર્તાઈ રહ્યું છે તેવા સંજોગોમાં સુરેન્દ્રનગર શહેરી વિસ્તારોમાં પ્રાણ સમા પ્રશ્નનો ક્યારે નિવેડો આવશે તેવી ચર્ચા વિસ્તારોમાં થઈ રહી છે ત્યારે ખાસ કરીને સુરેન્દ્રનગર દુધરેજ વઢવાણ સંયુક્ત નગરપાલિકા સુવિધા આપવામાં છેલ્લા અઢી વર્ષથી જનતા સમક્ષ નિષ્ફળ નીવડી છે ત્યારે ગટરોના પાણી લોકોના ઘરોમાં ભરાઈ રહ્યા છે બીજી તરફ શહેરી વિસ્તાર ગંદકીથી ખદબદી રહ્યો છે ત્યારે બીજી તરફ કરોડો રૂપિયાની ગ્રાન્ટ સરકાર આપતી હોવા છતાં પણ વિકાસના કામોના વેગ સુરેન્દ્રનગરમાં હવે પકડાતા નથી એક સમયે નગરપાલિકાના પ્રમુખ વિપિનકુમાર ટોલિયા હતા તે સમયે એક વર્ષના સમય ગાળામાં 600 કરોડ રૂપિયાના વિકાસના કામો સુરેન્દ્રનગર નગરપાલિકા દ્વારા કરવામાં આવ્યા હતા શહેરનો રિવરફ્રન્ટ શહેરની ઓવરબ્રિજ ભૂગર્ભ ગટર તેમજ શહેરી વિસ્તારના લોકોને કોઈ પણ પ્રકારની હાલાકી ન પડે તે માટે સાફ સફાઈ અને બીજી તરફ લોકોની સુવિધામાં વધારો થાય તે માટે અંડર બ્રિજ સહિતના નવા નવા પ્રોજેક્ટ પાલિકા અંતર્ગત લાવવામાં આવતા હતા અને તે પુરા પણ કરવામાં આવતા હતા ત્યારે છેલ્લા અઢી વર્ષથી જાણે સુરેન્દ્રનગર દુધરેજ વઢવાણ સંયુક્ત નગરપાલિકાનો વિકાસ રૂંધાઈ ગયો હોય તેવું સ્પષ્ટ રીતે વર્તાઈ રહ્યું છે કારણ કે રોડ રસ્તા પ્રાથમિક સુવિધા ભૂગર્ભ ગટર ના પાણી લોકોના ઘરોમાં ભરાઈ રહ્યા છે રજૂઆત કરવા જાય તો નગરપાલિકામાં કોઈ સાંભળતું ન હોય તેવા પ્રતિ ઉત્તર જનતા પાસેથી મળી રહ્યા છે તો હવે શહેરની જનતા કોને રજૂઆત કરવા જાય તે પણ એક સવાલ ઉદ્ભવી રહ્યો છે અનેક સમસ્યાથી ઘેરાયેલું સુરેન્દ્રનગર ત્યારે સુંદર બનશે તે પણ એક જનતાની નજરોમાં ઝાંખીના સ્વરૂપે પડદા પાડી રહ્યું છે ત્યારે તાજેતરમાં જ તે સુરેન્દ્રનગર ટાઉનહોલ ખાતે યોજવામાં આવેલી કારોબારીની બેઠકમાં તમામ મંત્રીમંડળ મુખ્યમંત્રી ગૃહ મંત્રી ધારાસભ્યો સુરેન્દ્રનગર ખાતે આવેલા તે દરમિયાન નગરપાલિકા દ્વારા રાતોરાત જે સ્થળોએથી તમામ મંત્રીઓ ગૃહમંત્રી ધારાસભ્યો તેમજ મુખ્યમંત્રી પસાર થવાના હતા તે રોડ રસ્તાઓ તેમજ સાફસફાઈ તેમજ જે રોડ રસ્તાઓ ઉપરથી મુખ્ય અતિથિ પધારવાના હતા તે રસ્તાઓ ઉપર નવા થાંભલાઓ સ્ટ્રીટ લાઇટો તેમજ તૂટેલી જાળીઓ નવી નાખી દેવામાં આવી ત્યારે આ તમામ કામ નગરપાલિકાએ રાતોરાત કરી નાખ્યું બીજી તરફ સુરેન્દ્રનગર શહેરી વિસ્તારના અનેક વિસ્તારોમાં ગટરના પાણી ભરાઈ રહ્યા છે તે છેલ્લા અઢી વર્ષથી સમસ્યા છે તે અઢી વર્ષના સમયગાળામાં પણ સોલ્વ નથી થઈ તો મંત્રીઓ માટે હાઈફાઈ સુવિધા અને જનતા માટે સુવિધાના નામે મીંડું નગરપાલિકાની આ નીતિને લઈ અને સુરેન્દ્રનગર શહેરી વિસ્તારમાં ભારે ચર્ચા થઈ રહી છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.