ભરૂચ ખાતે નેશનલ ડે સેલિબ્રેશન એન્ડ સ્ટેટ ફંક્શન અંતર્ગત “એ વતન તેરે લીયે” દેશભક્તિના ગીતોનો કાર્યક્રમ પ્રભારીમંત્રી શ્રી કુંવરજીભાઈ હળપતીના અધ્યકક્ષપદે યોજાયો - At This Time

ભરૂચ ખાતે નેશનલ ડે સેલિબ્રેશન એન્ડ સ્ટેટ ફંક્શન અંતર્ગત “એ વતન તેરે લીયે” દેશભક્તિના ગીતોનો કાર્યક્રમ પ્રભારીમંત્રી શ્રી કુંવરજીભાઈ હળપતીના અધ્યકક્ષપદે યોજાયો


ભરૂચ ખાતે નેશનલ ડે સેલિબ્રેશન એન્ડ સ્ટેટ ફંક્શન અંતર્ગત “એ વતન તેરે લીયે” દેશભક્તિના ગીતોનો કાર્યક્રમ પ્રભારીમંત્રી શ્રી કુંવરજીભાઈ હળપતીના અધ્યકક્ષપદે યોજાયો*

રમત ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ, ગાંધીનગર દ્વારા પ્રેરિત, કમિશનરશ્રી, સાંસ્કૃતિક પ્રવૃતિઓની કચેરી, ગાંધીનગર દ્વારા આયોજીત તેમજ જિલ્લા યુવા વિકાસ અધિકારી, ભરૂચ અને જિલ્લા પંચાયત, ભરૂચના સહયારા ઉપક્રમે “ એ વતન તેરે લીયે” દેશભક્તિ ગીતોનો કાર્યક્રમ આદિજાતી વિકાસ,શ્રમ અને રોજગાર અને ગ્રામ વિકાસ મંત્રી શ્રી કુંવરજીભાઈ હળપતીના અધ્યક્ષસ્થાને પંડિત ઓમકારનાથ ઠાકુર હોલ ખાતે યોજાયો હતો.
આ પ્રસંગે પ્રભારી મંત્રી કુંવરજી હળપતિએ અઘ્યક્ષપદેથી જણાવ્યું હતું કે, ભૃગુઋષિએ વસાવેલી ભરૂચની ધરતી પવિત્ર છે. ભરૂચના પનોતા પુત્ર સંગીત સમ્રાટ પંડિત ઓમકારનાથ, કનૈયાલાલ મુનશીને યાદ કરી પાવન ધરતી ને વંદન કર્યાં હતાં. પવિત્ર ધરતી પરથી આજના પ્રસંગે દેશની આઝાદીના લડવૈયાની શહાદતને યાદ કરવા માટેનો અવસર છે. વધુ તેમણે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીને આ પ્રસંગે શબ્દાજલી અર્પી હતી. ભરૂચ જિલ્લો ઔદ્યોગિક ક્ષેત્રે સમગ્ર ભારતના નકશા ઉપર ચમક્યો છે. ત્યારે ગુજરાત અને અન્ય રાજ્યોથી આવતા તમામ કર્મવિરોની કર્મભૂમિ આપણું ભરૂચ બન્યું એ ભરૂચના નગરજનો માટે ગર્વની વાત છે.

આ પ્રસંગે ભરૂચ જિલ્લાના ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રી એ પ્રાસંગિક પ્રવચનમાં જણાવ્યું હતું કે,આવતીકાલે ભરૂચનો જન્મદિવસ છે એ નિમિત્તે લોકોને ભરૂચના ભવ્ય થી ભવ્ય ઈતિહાસ વિશે જાણવા મળશે. પ્રજાસત્તાક પર્વની જિલ્લા કક્ષાની ઉજવણી નિમિત્તે લોકોને માહિતગાર કરવામાં આવશે,તેમ તેમણે જણાવ્યું હતું.

આ પ્રસંગે ખ્યાતનામ કલાકાર શ્રી ભાવિન શાસ્ત્રીએ દેશભક્તિ ગીતોની રમઝટ બોલાવીને ઉપસ્થિત લોકોને દેશભક્તિના રંગે તરબોળ કરી મંત્રમુગ્ધ કર્યા હતા.

આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ અલ્પાબેન પટેલે સ્વાગત પ્રવચન તથા રમતગમત અધિકારી સુશ્રી મીતાબેન ગોવલીએ આભારવિધિ કરી હતી.

આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખ અલ્પાબેન પટેલ , ભરૂચના ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રી, બાંધકામ સમિતિના અધ્યક્ષ ધર્મેશ મિસ્ત્રી ,જિલ્લા કલેકટર શ્રી તુષાર સુમેરા,જિલ્લા પોલીસ અધિક્ષક ડૉ.લીના પાટીલ, જિલ્લા વિકાસ અધિકારી પી.આર જોષી સહિત અન્ય પદાધિકારીઓ અને અધિકારીઓ સહિત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યાં હતાં.

ભરૂચ જિલ્લા બ્યુરો ચીફ
બ્રિજેશકુમાર પટેલ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.