માળીયા હાટીનામાં સૌ પ્રથમ દિવ્યકાશી ફાઉન્ડેશન સહયોગથી વિના મૂલ્યે બીફ્રી સ્કૂલ ઓફ લર્નિંગ દ્વારા પ્રજાસતાક દિવસની ઉત્સાહભેર ઉજવણી - At This Time

માળીયા હાટીનામાં સૌ પ્રથમ દિવ્યકાશી ફાઉન્ડેશન સહયોગથી વિના મૂલ્યે બીફ્રી સ્કૂલ ઓફ લર્નિંગ દ્વારા પ્રજાસતાક દિવસની ઉત્સાહભેર ઉજવણી


બીફ્રી સ્કૂલ ઓફ લર્નિંગના વિદ્યાર્થીઓ સંપૂર્ણ વેશભૂષા સાથે નૃત્ય નાટક તેમજ દેશ ભક્તિ ગીત પર બાળકો ઝૂમી ઉઠ્યા હતા. અને ઉપસ્થિત મહેમાનોના દિલ જીતી લીઘા હતા

માળીયા હાટીનામાં સૌ પ્રથમ દિવ્યકાશી ફાઉન્ડેશન દ્વારા બીફ્રી સ્કૂલ ઓફ લર્નિંગ માં આર્થિક નબળી પરિસ્થિતિ વાળા અને જ્ઞાતિ જાતિના ભેદભાવ રાખ્યા વિના ધોરણ 4 થી 10 ના વિદ્યાર્થીઓ ( દીકરા દીકરીઓને) ક્વોલિફાઈટ શિક્ષકો દ્વારા વિદ્યાર્થીઓ ને વિના મૂલ્યે શિક્ષણ આપી આર્થિક નબળા વર્ગના બાળકો શિક્ષણમાં વધુ આગળ આવે બાળકો વધુ હોશિયાર બને તેવી નેમ લઈ નવા અભિગમ સાથે દિવ્યકાશી ફાઉન્ડેશન દ્વારા બીફ્રી સ્કૂલ ઓફ લર્નિંગ નામે બાળકો ને શિક્ષણ આપવાની શરૂઆત કરવામાં આવતા નાના બાળકોને ભણવાની રુચીનો પણ ઉત્સાહ જાગ્યો

આ પ્રજાસતાક પર્વની ઉજવણીના કાર્યક્રમની શરૂઆત ઉપસ્થિત મહેમાનો દ્વારા દીપ પ્રાગટય કરી દિવ્યકાશી ફાઉન્ડેશન દ્વારા બીફ્રી સ્કૂલ ઓફ લર્નિંગમાં આર્થિક નબળી પરિસ્થિતિ વાળા વિદ્યાર્થીઓ સાંસ્કૃતિ કાર્યક્રમમાં ઉત્સાહ ભેર ભાગ લીધો હતો ભાગ લેનાર વિદ્યાર્થીઓ ને બીફ્રી સ્કૂલ ઓફ લર્નિંગ દ્વારા દીકરા દીકરીઓને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા

આ કાર્યક્રમમાં ઉપસ્થિત મહેમાન મયુર ભાઈ કાનાબાર , વી.સી. કાનાબાર,માળીયા હાટીના રઘુવંશી સમાજના પ્રમુખ પ્રવીણ ભાઈ ખોળા માળીયા હાટીના સરકારી હાઈસ્કૂલના પ્રિન્સિપાલ શીતલબેન છગ, રઘુવંશી સમાજના આગેવાન રમેશભાઈ કાનાબાર , ભુપીનભાઈ અભાણી
આ કાર્યક્રમને સફળ બનાવવા વિરલ કાનાબાર તેમજ શિક્ષકો દ્વારા ભારી જહેમત ઉઠાવી હતી

વિરલ કાનાબાર
સંચાલક બીફ્રી સ્કૂલ ઓફ લર્નિંગ
મો 7874015855

રિપોર્ટર પ્રતાપ સીસોદીયા
માળીયા હાટીના
🪀મો.98255 18418
મો.75758 63292


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.