દીવાલ પર મહાત્મા ગાંધીજીના ચિત્રો દોરી અંજલિ અર્પણ કરવાનો બોટાદ જિલ્લા વહીવટી તંત્રનો ઉમદા પ્રયાસ - At This Time

દીવાલ પર મહાત્મા ગાંધીજીના ચિત્રો દોરી અંજલિ અર્પણ કરવાનો બોટાદ જિલ્લા વહીવટી તંત્રનો ઉમદા પ્રયાસ


દીવાલ પર મહાત્મા ગાંધીજીના ચિત્રો દોરી અંજલિ અર્પણ કરવાનો બોટાદ જિલ્લા વહીવટી તંત્રનો ઉમદા પ્રયાસ

અંડર બ્રિજની દીવાલો ઐતિહાસિક મહાપુરુષો અને બોટાદ જિલ્લાની ઓળખ સમા સ્થળોનાં ચિત્રો વડે સુશોભિત કરાઈ

પૂજ્ય મહાત્મા ગાંધીજીને અંજલિ અર્પણ કરવા બોટાદ જિલ્લા વહીવટી તંત્રએ ઉમદા પ્રયાસ કર્યો છે, 26મી જાન્યુઆરી પ્રજાસત્તાક પર્વની ઉજવણી બોટાદમાં થવાની છે, ત્યારે જિલ્લા કલેક્ટરશ્રી બી.એ.શાહની આગેવાની હેઠળ બોટાદ શહેરને રંગબેરંગી ચિત્રો તેમજ રોશનીથી સજાવવામાં આવ્યું છે.

શહેરના રસ્તાઓ પરની દીવાલોને દેશભક્તિ ઉજાગર કરતા ચિત્રો વડે સુશોભિત કરવામાં આવી છે. અંડર બ્રિજની દીવાલો ઐતિહાસિક મહાપુરુષો અને બોટાદ જિલ્લાની ઓળખ સમા સ્થળોના ચિત્રો વડે સજાવવામાં આવી. ચિત્રકારોએ મહાત્મા ગાંધીજીની દાંડી યાત્રાના સત્યાગ્રહનો પ્રસંગ વર્ણવતા સુંદર ચિત્રો દીવાલ પર કંડાર્યા છે

બોટાદ જિલ્લા વહીવટી તંત્રએ મહાત્મા ગાંધીજીને સમર્પિત કરેલા આ ચિત્ર થકી આપણાં દેશની આઝાદી સાથે જોડાયેલો અભૂતપૂર્વ કિસ્સો દર્શાવવાનો ઉમદા પ્રયત્ન કરવામાં આવ્યો છે.

Report by Ashraf jangad 9998708844


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.