બોટાદમાં કસુંબલ ડાયરાનું ભવ્ય આયોજન: બોટાદવાસીઓ સંગીતમય માહોલમાં થયા તરબોળ

બોટાદમાં કસુંબલ ડાયરાનું ભવ્ય આયોજન: બોટાદવાસીઓ સંગીતમય માહોલમાં થયા તરબોળ


બોટાદમાં કસુંબલ ડાયરાનું ભવ્ય આયોજન: બોટાદવાસીઓ સંગીતમય માહોલમાં થયા તરબોળ

જિલ્લા વહીવટી તંત્ર દ્વારા બોટાદવાસીઓને અવિસ્મરણીય અનુભવો આપતા અનેકવિધ કાર્યક્રમોની વણઝાર
ગાયક કલાકારશ્રી દેવરાજ ગઢવીના
સૂરે ડોલ્યા બોટાદવાસી
આઝાદીના અમૃત મહોત્સવ અન્વયે પ્રજાસત્તાક પર્વની રાજ્યકક્ષાની ઉજવણી અંતર્ગત બોટાદમાં ગુજરાત રાજ્ય સંગીત નાટ્ય અકાદમી, ગાંધીનગરના આર્થિક સહયોગથી કસુંબલ ડાયરાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં જિલ્લા કલેક્ટર બી.એ.શાહ વિશેષ ઉપસ્થિત રહ્યાં હતાં, તેમજ જિલ્લા વિકાસ અધિકારી પી.ડી. પલસાણા, નિવાસી અધિક કલેક્ટર મુકેશ પરમાર સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.

કાર્યક્રમમાં ગાયક કલાકારશ્રી દેવરાજ ગઢવી અને તેમની ટીમે સૂર રેલાવ્યા હતા અને દુહા, છંદ અને લોકગીતોની રમઝટ બોલાવી બોટાદવાસીઓને ડોલાવ્યાં હતાં. બોટાદમાં રાજ્યકક્ષાના પ્રજાસત્તાક પર્વની ભવ્યાતિભવ્ય ઉજવણી થવા જઈ રહી છે, ત્યારે જિલ્લા વહીવટી તંત્ર બોટાદવાસીઓને અવિસ્મરણીય અનુભવો આપતા અનેકવિધ કાર્યક્રમોની વણઝાર લાવ્યું છે. જેના ભાગરૂપે આજે આ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.
સરકારી હાઈસ્કૂલના પટાંગણમાં યોજાયેલા કસુંબલ ડાયરામાં મોટી સંખ્યામાં લોકસંગીત પ્રેમી નાગરિકોએ હાજર રહીને મન ભરીને કાર્યક્રમ માણ્યો હતો અને સંગીતમય માહોલમાં તરબોળ થયા હતા.

Report by
Ashraf jangad
9998708844


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
Translate »