વિસાવદરના બ્રહ્મ અગ્રણી દ્વારા કર્મકાંડી ભુદેવોને સહાય આપવા માંગણી
વિસાવદરના બ્રહ્મ અગ્રણી દ્વારા કર્મકાંડી ભુદેવોને સહાય આપવા માંગણી
વિસાવદરતા.વિસાવદર તાલુકા પંચાયતના નિવૃત કર્મચારી ચંદ્રેશભાઈ મહેતા દ્વારા સમગ્ર ગુજરાતમાં માત્રને માત્ર કર્મકાંડ કરી પોતાની આજીવિકા મેળવતા ભુદેવોની સ્થિતિ દિનપ્રતિદિન કથળી રહી હોવાની હકીકત જણાવી મુખ્યમંત્રીને લેખિત રજુઆત કરી જણાવેલ છે કે,ખાતેદાર ખેડૂતોને નામે ખેતીની જમીન હોવા છતાં તેમને સહાય ચુકવવામાં આવે છે ત્યારે આ સંવેદનશીલ સરકાર પાસે કર્મકાંડી ભૂદેવો પણ અપેક્ષા રાખીને બેઠા છે તેઓની પાસે કર્મકાંડ સિવાય બીજો કોઈ ધંધો નથી એક પરિવારની જવાબદારી કર્મકાંડ કરતા ભુદેવથી ધધો ન હોવાથી હાલના સમયમાં થઈ શકે તેમ નથી અને કથાઓમાં તથા વાર્તાઓમાં આપણે હજારો વખત સાંભળ્યું હશે કે એક ગરીબ બ્રાહ્મણ હતોઆ વાક્ય ક્યાં સુધી બ્રાહ્મણો સાંભળતા રહેશે તેથી ગુજરાત સરકાર દ્વારા સર્વ કરી કરાવી માત્ર કર્મકાંડ કરતા ભુદેવોની આર્થીક સહાય જાહેર કરવામાં આવે તેવી માંગ નિવૃત કર્મચારી ચંદ્રેશ ભાઈ મહેતા દ્વારા રજુઆત કરવામાં આવીછે
રિપોર્ટ હરેશ મહેતાવિસાવદર
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.