તમાકુ નિયંત્રણ ટાસ્ક ફોર્સ-સ્કોર્ડ દ્વારા બરવાળા શાળા ની આજુબાજુ ના વિસ્તારમાં આકસ્મિક ચેકિંગ/રેડ - At This Time

તમાકુ નિયંત્રણ ટાસ્ક ફોર્સ-સ્કોર્ડ દ્વારા બરવાળા શાળા ની આજુબાજુ ના વિસ્તારમાં આકસ્મિક ચેકિંગ/રેડ


અંગેની વિગત દેનિક વર્તમાન પત્રમાં વિના મૂલ્યે પ્રસિધ્દ કરવા બાબત.

સવિનય સાથ જણાવવાનું કે સરકારના રાષ્ટ્રીય તમાકુ નિયંત્રણ કાર્યક્રમ અંતર્ગત માન.ક્લેકટરર બી. એ.શાહ સાહેબ અને જિલ્લા વિકાસ અધિકારી પી. ડી.પલસાણા અને આરોગ્ય વિભાગના મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારી ડૉ.જે.એસ.કનોરિયાની અધ્યક્ષતામાં બોટાદ જીલ્લામાં તમાકુ કે તમાકુની બનાવટનું બિન અધિકૃત રીતે વેચાણ અને આનુસંગિક નિયમન માટે ટાસ્ક ફોર્સ સેલ કામગીરી કરી રહ્યું છે.તમાકુ વિરોધી કાયદો “સિગારેટ એન્ડ અધર ટોબેકો પ્રોડક્ટ એક્ટ” (કોટપા-૨૦૦૩)નું સધન અમલીકરણ થાય તે હેતુથી જીલ્લા કક્ષાએ ટાસ્ક ફોર્સ દ્વારા સરપ્રાઈઝ ચેકિંગ /રેડ ની કામગીરી આજરોજ તા.૨૪/૧/૨૦૨૩ ના રોજ સવારે ૧૨.૨૦ કલાકથી બરવાળા નગરપાલીકા વિસ્તારમાં શાળા પાસે ચેકીંગની કામગીરી હાથ ધરવામાં આવી હતી.

જેમાં તમાકુ કે તમાકુની બનાવટ વહેચતા નાંના-મોટા વેપારીઓ,પાન-ગલ્લા પાર્લર વગેરે ૧૮ સ્થળો પર આકસ્મિક ચેકિંગ હાથ ધરી ૬ જેટલા દુકાન ધારકો પાસેથી રૂ.૧૫૦૦/-અંકે રૂપિયા એક હજાર પાંચસો રૂપિયાનો દંડ વસુલ કરવામાં આવેલ હતો.જેમાં વેપારીઓ દ્વારા “તમાકુથી કેન્સર થાય છે” અને “૧૮ વર્ષથી નાની ઉંમરની વ્યક્તિનેતમાકુ નું વેચાણએ દંડનીય ગુનો છે” અને “સિગારેટ તથા બીડીના છુટક વેચાણ પ્રતિબંધિત છે.” એવું લખાણ સાથે નિર્દિષ્ટ આરોગ્ય –વિષયક ચેતવણી વિના સિગારેટસ અને તમાકુર્ની અન્ય બનાવટોનું વેચાણ કરવા પર પ્રતિબંધ.બીડી,બીસ્ટોલ/સિગારેટના પેકેટ ઉપર ૮૫% ભાગમાં“તમાકુ જીવલેણ છે.તમાકુના સેવનથી કેન્સર થાય છે.”તેવું સચિત્ર ચેતવણી અને શાળાની આજુ બાજુમાં તમાકુ વેચાણ પ્રતિબંધિત જેવી બાબતો સાથે પાકા બીલ વગરની પરદેશી બનાવટની ઈમ્પોટેડ સિગારેટનું બિન અધિકૃત રીતે વેચાણ એ બાબતો આવરી લેવામાં આવી હતી.

આ કામગીરીમાં તાલુકા આરોગ્ય અધિકારીશ્રી ડૉ.જયદીપ કણજરિયા, ફૂડ ઍન્ડ ડ્રગવિભાગમાં ફૂડ ઓફિસર કૃણાલભાઈ પટેલ,પી.એસ.આઇ રબારી સાહેબ, એસ.ટી.ડેપો બરવાળા માંથી મકવાણા નરેશ, ડી.એસ.આઇ.ડી.ડી.ચુડાસમા, અને વિજયભાઈ ગોહિલ, નગરપાલીકા સેનિટરી ઇન્સ્પેક્ટર ભાવેશભાઈ દરજી,તાલુકા સુપરવાઈઝર ઈશ્વરભાઈ વાઘેલા,ટી.એફ.એ.પારસભાઈ વસાણી દ્વારા આ કામગીરી ખુબ જ ચોકસાઈ પૂર્વક કરવામાં આવી હતી.

આ અંગેની વિગત આપના સમાચાર પત્રમાં પ્રસિદ્ધ કરવા વિનંતી છે.

બોટાદ બ્યુરો: ચિંતન વાગડીયા

મો:8000834888


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon