ધ્રાંગધ્રા નગરપાલિકા દ્વારા જાહેરમાં નાખેલા ડસ્ટબીન ગુમ થયા.
ધ્રાગધ્રા : ધ્રાંગધ્રા નગરપાલિકા દ્વારા સ્વચ્છતા અભિયાન અંતઁગત શહેરી વિસ્તારની બજારમા વષઁ ૨૦૨૧-૨૨ દરમિયાન કેટલાક ડસ્ટબિન નાખવામાં આવ્યા હતા જેમાથી મોટા ભાગના ડસ્ટબીન ગુમ થયા છે જેમા ગત વષઁ દરમિયાન ૧૦૦થી પણ વધુ ડસ્ટબીનોની સ્થાનિક નગરપાલિકા દ્વારા ખરીદી કરીને શહેરની બજારમા નિઁધારીત કરેલા સ્થળ પર નાખવામા આવ્યા હતા જોકે નગરપાલિકા દ્વારા જાહેરમા નાખેલા આ ૧૦૦થી પણ વધુ ડસ્ટબીનોમાથી માંડ એકલ-દોકલ ડસ્ટબીન નજરે પડી રહ્યા છે બાકીના ડસ્ટબીન જાહેરમાં હોવા છતા પણ એકાદ વષઁ સુધી રહ્યા નથી અને કોઇ અજાણ્યા તત્વો ડસ્ટબીનો કાઢીને ભંગારમાં આપી દીધા હોવાનુ વેપારીઓ દ્વારા જણાવાય છે આ તરફ નગરપાલિકા પણ ડસ્બીનોની ચોરી થયાની વાતથી અજાણ નથી છતા પણ પાલિકાના સત્તાધીશો દ્વારા આજદિન સુધી કોઇ કાયઁવાહી ન કરતા પાલિકા તંત્ર સામે પણ શંકા ઉદભવી રહી છે. જ્યારે અગાઉ પણ શાકમાકેઁટ નજીક પાલિકાની કોમ્પલેક્ષની દુકાનમાં લોખંડના ભંગાર સહિતની સામગ્રી ચોરી થવાની વાત પણ સામે આવી હતી જે બાબતની પણ કોઇ કાયઁવાહી હજુ સુધી હાથ ધરાઇ નથી.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.