બોટાદ ની ૯ વર્ષની બાળકી ઉપર દુષ્કૃત્ય આચારનાર આરોપીને ફાંસીની સજા આપવા ધંધુકા વિરાટ દેવીપુજક સંઘ દ્વારા માંગણી.

બોટાદ ની ૯ વર્ષની બાળકી ઉપર દુષ્કૃત્ય આચારનાર આરોપીને ફાંસીની સજા આપવા ધંધુકા વિરાટ દેવીપુજક સંઘ દ્વારા માંગણી.


બોટાદ ની ૯ વર્ષની બાળકી ઉપર દુષ્કૃત્ય આચારનાર આરોપીને ફાંસીની સજા આપવા ધંધુકા વિરાટ દેવીપુજક સંઘ દ્વારા માંગણી.
વિરાટ રેલી કાઢી ધંધુકા મામલતદાર ને આવેદનપત્ર આપવામાં આવ્યું.
અમદાવાદ જિલ્લાના ધંધુકા વિરાટ દેવીપુજક સંઘ દ્વારા તાજેતરમાં બોટાદમાં દેવીપુજક સમાજની ૯ વર્ષની બાળકી ઉપર દુષ્કૃત્ય આચરનાર આરોપીને સરકાર દ્વારા ઝડપી ન્યાયિક કાર્યવાહી કરી ફાસીની સજા કરવામાં આવે તે માટે ધંધુકા માં વિરાટ દેવીપુજક સંઘ દ્વારા વિશાળ રેલી કાઢી ધંધુકા મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.
અમદાવાદ જિલ્લાના ધંધુકા શહેર તાલુકા દેવીપુજક સંઘ દ્વારા ધંધુકા મામલતદારને અપાયેલ આવેદનપત્રમાં એવા મતલબની રજૂઆત કરવામાં આવી હતી કે ધંધુકા શહેર તથા તાલુકાનાં દેવીપુજક સમાજની આપ સાહેબને નમ્ર રજુઆત છે કે, ગત તા. ૧૫/૧/૨૦૨૩ નાં રોજ બોટાદ ખાતે પછાત એવી દેવીપુકજ જ્ઞાતિની માસુમ ૯ વર્ષની બાળકી ઉપર નરાધમે દુષ્કૃત્ય આચરેલ અને તેની સામે બોટાદ પોલીસ સ્ટેશનમાં ગુ.ર.નં. ૧૧૧૯૦૦૨૨૩૦૦૭૩/૨૦૨૩ ઈ.પી.કો. ૩૦૨, ૩૭૬(એ)(બી) ૩૫૪(એ) તથા પોસ્કો એકટ કલમ – ૫(એમ) ૬,૭,૮ મુજબ ગુનો દાખલ કરવામાં આવેલ છે.

આ બનાવ ધૃણાસ્પદ, રાક્ષસી દુષ્કૃત્યોની ઘટના બનેલ છે. આ બાળકી સાથે અમાનુષી આચરેલ કૃત્ય બાબતે માનવ સમાજમાં લાંછન લાગે તેવી ઘટના ઘટેલ છે. અને તેનાંથી અમારા સમાજમાં દુઃખ, આક્રોશ વ્યાપી ગયો છે.

આ બાબતે ગુજરાત સરકાર તથા ન્યાયપાલિકા આરોપી સામે કાયદેસરની કાર્યવાહી માટે ઝડપી કાર્યવાહી કરી, કેસ ફાર્સ્ટ ટ્રેક કોર્ટમાં ચલાવી આરોપીને ફાંસીનાં માચડે લટકાવે તો સગીર ભારતીબેનને ન્યાય મળે તેમ છે અને સમાજમાં આવી હિનતા ફરી ન થાય તેવો દાખલો બેસાડે તેવી ન્યાયીક કાર્યવાહી કરવા અમારા વતી સક્ષમ સત્તાધિકારીશ્રી ને રજુઆત પહોંચડવા આ આવેદન આપ આપેલ છે ધંધુકા તાલુકા વિરાટ દેવીપુજક સંઘ દ્વારા થયેલ રજૂઆતને ધંધુકા મામલતદાર દ્વારા અમદાવાદ જિલ્લા કલેકટરને મોકલી આપેલ હોવાના અહેવાલો મળ્યા છે.

રીપોર્ટર : સી કે બારડ

મો : 7600780700


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
Translate »