રાજકોટમાં મ્યુનિ.એ સરકાર પાસે માગણી કરતા સૌની યોજના થકી આજીડેમમાં નર્મદા નીર ઠાલવવાનું શરું, એક મહિના સુધી પાણી ઠલવાશે - At This Time

રાજકોટમાં મ્યુનિ.એ સરકાર પાસે માગણી કરતા સૌની યોજના થકી આજીડેમમાં નર્મદા નીર ઠાલવવાનું શરું, એક મહિના સુધી પાણી ઠલવાશે


રાજકોટ શહેરની જીવાદોરી સમાન આજી-1 ડેમમાં ભરશિયાળે અને કડકડતી ઠંડી વચ્ચે શનિવારથી રાજ્ય સરકાર દ્વારા ‘સૌની યોજના’ હેઠળ નર્મદા નીર ઠાલવવાનું શરૂ કરવામાં આવ્યું છે. આજી ડેમની આજની સપાટી 19.49 ફૂટ હતી અને ડેમમાં 385.61 એમસીએફટી એટલે કે 43 ટકા જીવંત જળજથ્થો રહ્યો છે. ત્યારે મનપાએ કરેલી પાણીની માગ સ્વીકારી સરકારે એક મહિના સુધી આજી ડેમમાં સૌનીનું પાણી ઠાલવવાનું ચાલુ રાખવા નિર્ણય કર્યો છે. બે દિવસમાં કુલ 15 એમસીએફટી પાણી ઠલવાયું છે. તેમાં ગઈકાલે 9 એમસીએફટી પાણી આવતા તે પૈકી 6 એમસીએફટી તો વિતરણ પણ થઇ ગયું હતું.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.