રાજકોટ જિલ્લામાં 28મીથી શ્રમિકોને મળશે રૂ.5માં ભોજન

રાજકોટ જિલ્લામાં 28મીથી શ્રમિકોને મળશે રૂ.5માં ભોજન


શહેરમાં 9 સ્થળે જરૂરિયાતમંદ નાગરિકોને ભોજન અપાશે

રાજ્ય સરકારના શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ હેઠળ ગુજરાત મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડ હસ્તકની શ્રમિક અન્નપૂર્ણા યોજનાનો પ્રારંભ રાજકોટ જિલ્લામાં તા.28 જાન્યુઆરી 2023થી શહેરના વિવિધ 9 કડિયાનાકાઓ ખાતે થશે.

રાજકોટ શહેરના ગંજી કડિયાનાકું-હનુમાન મંદિરની પાછળ શ્રીરામ વે બ્રિજ સામે આજી ચોકડી(ગંજીવાડા), 150 ફૂટ રિંગ રોડ બાલાજી હોલની સામે, બોરડી નાકું મવડી મેઈન રોડ માલવિયા પોલિસ ચોક, 150 ફૂટ રિંગ રોડ ખોડિયાર હોટેલ પાસે મવડી ચોકડી, નીલકંઠ કડિયાનાકું ભક્તિનગર પોલીસ સ્ટેશન ગેટ પાસે, પાણીના ઘોડા પાસે બાલક હનુમાન મંદિર પાસે, સેટેલાઈટ, 150 ફૂટ રિંગ રોડ રૈયા ચોકડી હનુમાન મઢી તરફ પાણીની ટાંકી પાસે, રામરણુજા કોઠારિયા રોડ, શાપર-વેરાવળ પોલીસ સ્ટેશન ગેટ પાસે શાપર કડિયાનાકું વગેરે ખાતે તબક્કાવાર શરૂ થશે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
Translate »