રાજકોટમાં શાળા નં.81માં બે બાળકને સ્કૂલના છજા પર ચડાવ્યાં, સાવરણા પકડાવી સફાઈ કરાવી, આચાર્યએ કહ્યું- સાહેબ, બહુ મોટું ન કરો

રાજકોટમાં શાળા નં.81માં બે બાળકને સ્કૂલના છજા પર ચડાવ્યાં, સાવરણા પકડાવી સફાઈ કરાવી, આચાર્યએ કહ્યું- સાહેબ, બહુ મોટું ન કરો

રાજકોટ નગરપ્રાથમિક શિક્ષણ સમિતિની વધુ એક ઘોર બેદરકારી સામે આવી છે. શહેરના અશોક ગાર્ડન નજીક આવેલી શાળા નંબર 81માં શિક્ષકની ઘોર બેદરકારી સામે આવી છે. શાળા દ્વારા બે બાળકને શાળાના છજા ઉપર ચડાવી સાવરણા પકડાવી સફાઈ કરાવવામાં આવી. બાદમાં શાળાનાં મહિલા આચાર્ય રીટાબેન બુટાણી સાથે વાતચીત કરી તો તેઓ ગેં ગેં ફેં ફેં કરવા લાગ્યાં હતાં અને કહ્યું હતું કે સાહેબ, આટલું બધું મોટું ન કરો. બાદમાં નગરપ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન શાળાએ દોડી આવ્યા હતા અને જવાબદારો સામે શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવશે એવું જણાવ્યું હતું

આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
Translate »