CPએ ઇન્કમ ટેક્સની પદ્ધતિ અપનાવી બંધ કવરમાં હોટલના નામો આપ્યા - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/glperkmifv71cifn/" left="-10"]

CPએ ઇન્કમ ટેક્સની પદ્ધતિ અપનાવી બંધ કવરમાં હોટલના નામો આપ્યા


ઇન્કમ ટેક્સની જેમ રાજકોટ શહેર પોલીસ દ્વારા ચેકીંગ હાથ ધરવામાં આવ્યું. રાજકોટ શહેર પોલીસના ઉચ્ચ અધિકારી દ્વારા ક્રાઇમ બ્રાન્ચ, SOG તેમજ સ્થાનિક પોલીસના ડી સ્ટાફની અલગ અલગ 35 જેટલી ટીમ બનાવી તમામને બંધ કવર આપવામાં આવ્યું જેમાં હોટેલના નામ આપવામાં આવ્યા જે જગ્યા પર જઇ પોલીસ દ્વારા ચેકીંગ હાથ ધરવામાં આવી રહ્યું છે. અલગ અલગ 60 હોટલોમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. આ ચેકિંગ દરમિયાન હોટલ યુરોપા ઈન ખાતે રોકાયેલ હરેશ મહેતા નામનો વ્યક્તિ કે જે ગુનાહિત ઇતિહાસ ધરાવતો હોવાનું ઈ-ગુજકોપ એપ્લિકેશનમાં જણાય આવતા સર્ચ કરતા તેની પાસેથી એક છરી મળી આવતા પોલીસે તેની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]