બેડી ચોકડી પાસે નદીમાંથી યુવાનનો મૃતદેહ મળ્યો

બેડી ચોકડી પાસે નદીમાંથી યુવાનનો મૃતદેહ મળ્યો


રાજકોટ શહેરના મોરબી રોડ પર બેડી ચોક નજીક પુલ નીચે રાધે ગૌશાળા પાસે નદીમાંથી અજાણ્યા આશરે 25થી 30 વર્ષના યુવાનની લાશ મળી આવતાં પોલીસને જાણ કરવામાં આવી હતી. કોઈ વ્યક્તિએ એક યુવકનો મૃતદેહ પાણીમાં પડ્યો હોવાની જાણ કરતાં 108ના ઇએમટી રાજેશભાઇ ભાલીયા તથા પાઇલોટ ગોરધનભાઇ રબારી તુરંત ઘટનાસ્થળે પહોંચ્યા હતાં. આ યુવાનને બહાર કાઢી ઇએમટીએ તપાસતાં તે મૃત્યુ પામ્યાનું જાહેર કર્યું હતું.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
Translate »