*હિંમતનગરના સાબર સ્ટેડીયમ ખાતે રમત ગમત સ્પર્ધા “સ્પંદન ૨૦૨૩” યોજાઇ* ***************** - At This Time

*હિંમતનગરના સાબર સ્ટેડીયમ ખાતે રમત ગમત સ્પર્ધા “સ્પંદન ૨૦૨૩” યોજાઇ* *****************


*હિંમતનગરના સાબર સ્ટેડીયમ ખાતે રમત ગમત સ્પર્ધા “સ્પંદન ૨૦૨૩” યોજાઇ*
***********************
*૨૦૦ થી વધુ વિધ્યાર્થીઓએ રમત ગમત સ્પર્ધામાં ભાગ લીધો*
**********************

સાબરકાંઠા જિલ્લામાં કામધેનુ યુનિવર્સિટી, ગાંધીનગર દ્વારા યુનિવર્સિટીની વિવિધ કોલેજોની આંતર કોલેજ બે દિવસીય રમત ગમત સ્પર્ધા “સ્પંદન ૨૦૨૩” સાબર સ્ટેડીયમ હિંમતનગર ખાતે પશુપાલન એકમ અને ફિશરીઝ સાયન્સના અનુસ્નાતક કેન્દ્ર હિંમતનગરના યજમાન પદે યોજવામાં આવી હતી. જેમાં કામધેનુ યુનિવર્સિટીની વેટરનરી સાયન્સ,ડેરી સાયન્સ અને ફિશરીઝ સાયન્સની કુલ ૧૦ કોલેજોના અંદાજીત ૧૨૦ વિદ્યાર્થીઓ અને ૮૦ વિધાર્થીનીઓ ભાગ લીધો હતો.
બે દિવસીય રમત ગમત સ્પર્ધામાં વિવિધ રમતો જેવી કે ૧૦૦ મીટરથી લઈને ૫૦૦૦ મીટર સુધીની દોડ, લાંબી કુદ, ટૂંકી કુદ, ગોળા ફેંક, ચક્ર ફેંક, બરછી ફેંક વગેરે રમતોનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં વિદ્યાર્થી કલ્યાણ પ્રવૃત્તિઓના નિયામકશ્રી ડૉ.બી.એન. પટેલે જાણાવ્યું હતુ કે રમતમાં શકિતની મર્યાદાઓ ઓળંગીને જીત મેળવવા માટે આપણે સૌ પ્રયત્ન કરીએ છીએ તેવી જ રીતે સમાજમાં પણ શકિતની મર્યાદાની વિચારધારાનું બંધન તોડીને ભાઈચારો રાખી આગળ વધવાની ભાવના રાખવી જોઇએ.
પશુપાલન અને પશુચિકિત્સા મહાવિદ્યાલય હિંમતનગરના આચાર્યશ્રી ડૉ.બી.પી.બ્રહ્મક્ષત્રીએ વિધાર્થીઓને રમતમાં જીત મેળવવા માટે ખેલદિલી દાખવી રમત રમી જીત મેળવવા માટે શુભેચ્છા પાઠવી હતી. બે દિવસીય રમત ગમત સ્પર્ધામાં ઉત્સાહ પૂર્વક ભાગ લીધેલ વિવિધ કોલેજમાં અલગ અલગ રમતોમાં ૨૦ જેટલા વિદ્યાર્થીઓ વિજેતા થયા હતા. જેમાં પશુપાલન અને પશુચિકિત્સા મહાવિદ્યાલય, દાંતીવાડા સમગ્રલક્ષી ચેમ્પિયન વિજેતા જાહેર કરવામાં આવી હતી. તમામ વિજેતાઓને ઇનામ વિતરણ કરી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.
*****************

રિપોર્ટર
મોહમ્મદ શફી તાંબડીયા
સાબરકાંઠા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.