આગામી પ્રજાસત્તાક પર્વની ઉજવણી અન્વયે બોટાદમાં સફાઈની કામગીરી પુરજોશમાં - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/tanxnr8ynbownqpk/" left="-10"]

આગામી પ્રજાસત્તાક પર્વની ઉજવણી અન્વયે બોટાદમાં સફાઈની કામગીરી પુરજોશમાં


આગામી પ્રજાસત્તાક પર્વની ઉજવણી અન્વયે બોટાદમાં સફાઈની કામગીરી પુરજોશમાં

ગંદકી કરતા પકડાયેલા ઈસમો સામે કરવામાં આવી દંડનીય કાર્યવાહી

આગામી પ્રજાસત્તાક પર્વની રાજ્ય કક્ષાની ઉજવણી બોટાદ જિલ્લામાં થવાની છે. જે અન્વયે બોટાદ શહેરના પાળીયાદ રોડ,ભાવનગર રોડ, ગઢડા રોડ, સ્ટેશન રોડ,ખસ રોડ, તુરખા રોડ, સાળંગપુર રોડ, હડદડ રોડ સહિતના મુખ્ય માર્ગોની સફાઈની કામગીરી પૂરજોશમાં કરવામાં આવી રહી છે. સાથોસાથ ઉતાવળી નદી તથા મધુમતી નદીની સફાઈ કરવાની કામગીરી પણ ચાલી રહી છે. બોટાદ નગરપાલિકાના સેનેટરી ઇન્સ્પેક્ટરઓ દ્વારા નાઈટ ડ્રાઈવ કરી કચરો ફેકનાર કે ગંદકી કરનાર ઈસમોને પકડી દંડનીય કાર્યવાહી કરવામાં આવી રહી છે.
બોટાદ શહેરની સફાઈની કામગીરી માટે ગઢડા, બરવાળા,ધંધુકા નગરપાલિકાની ટીમો પણ શામેલ થઈ છે. બોટાદ નગરપાલિકાની કામગીરીમાં વહીવટદારશ્રી તથા ચીફ ઓફિસરના માર્ગદર્શન હેઠળ સેનેટરી ઇન્સ્પેક્ટરડી.બી.માઢક તેમજ સ્ટાફ મારફત સતત મોનીટરીંગ કરી, કામગીરી કરવામાં આવી રહી છે. ડ્રાઈવ દરમ્યાન રાધે પાન પાર્લર, યાસીન બટેટાવાળા, જય માતાજી પાન પાર્લર, બાપા સીતારામ ટી સ્ટોલ, કમલેશભાઈ દવે, કિશન ઇલેક્ટ્રિક પાસેથી કચરો ફેકવા પેટે વહિવટી ચાર્જ વસુલ લેવામાં આવ્યો છે. તેમજ અત્યાર સુધીમાં કુલ 25 વ્યક્તિઓ દંડાયા છે તેમ, નગરપાલિકાના ચીફ ઓફિસર,બોટાદ દ્વારા એક અખબારી યાદીમાં જણાવાયું છે.

બોટાદ બ્યુરો: ચિંતન વાગડીયા

મો:8000834888


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]