બોટાદ કલેક્ટર બી.એ.શાહના અધ્યક્ષસ્થાને મળી જિલ્લા સંકલન અને ફરિયાદ નિવારણ સમિતિની બેઠક યોજાઇ

બોટાદ કલેક્ટર બી.એ.શાહના અધ્યક્ષસ્થાને મળી જિલ્લા સંકલન અને ફરિયાદ નિવારણ સમિતિની બેઠક યોજાઇ

બોટાદ કલેક્ટર બી.એ.શાહના અધ્યક્ષસ્થાને મળી જિલ્લા સંકલન અને ફરિયાદ નિવારણ સમિતિની બેઠક યોજાઇ

કલેક્ટરએ વિવિધ વિભાગોને લગતા પ્રશ્નોનું તાકિદે નિરાકરણ લાવવા અધિકારીશ્રીઓને માર્ગદર્શન આપ્યું

બોટાદ કલેક્ટર બી.એ.શાહના અધ્યક્ષસ્થાને કલેક્ટર કચેરીના કોન્ફરન્સ હોલમાં જાન્યુઆરી મહિનાની જિલ્લા સંકલન અને ફરિયાદ નિવારણ સમિતિની બેઠક યોજાઇ હતી. જેમાં કલેક્ટરએ વિવિધ વિભાગોને લગતા પ્રશ્નો સાંભળી તેમનું તાકિદે નિરાકરણ લાવવા સંબંધિત વિભાગના અધિકારીઓને માર્ગદર્શન પુરૂં પાડ્યું હતું.
બેઠકમાં કલેક્ટર દ્વારા વહીવટી કામગીરીને ઝડપી અને પરિણામસભર બનાવવા સૂચન કરાયા હતાં. કલેક્ટરએ છેવાડાના માનવીનું કલ્યાણ થાય તેવા અભિગમ સાથે આગળ વધવા જણાવ્યું હતું.
ઉક્ત બેઠકમાં ધંધુકાના ધારાસભ્યશ્રી કાળુભાઇ ડાભી અને બોટાદના ધારાસભ્ય ઉમેશભાઈ મકવાણાએ લોકપ્રશ્નોને વાચા આપી હતી. બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી પી.ડી.પલસાણા, પોલીસ અધિક્ષક કિશોરભાઈ બળોલિયા, નિવાસી અધિક કલેક્ટર મુકેશભાઈ પરમાર સહિત વિવિધ વિભાગોનાં અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.

‍ Report by Ashraf jangad 9998708844

આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
Translate »