‘તારે જે કરવું હોય તે કર, મરવું હોય તો મરી જજે, પણ સાંજે મને 1 લાખ જોઇએ’
ભંગારના ધંધાર્થીએ 8 ટકા વ્યાજે રૂ.10.50 લાખ લીધા બાદ વ્યાજખોરની ધમકી
રાજ્યભરમાં વ્યાજખોરો સામે શરૂ કરાયેલી ઝુંબેશ વચ્ચે તોતિંગ વ્યાજ વસૂલતા વ્યાજખોરોની ધાકધમકીઓના એક પછી એક ચોંકાવનારા કિસ્સાઓ પ્રકાશમાં આવી રહ્યા છે. વધુ એક કિસ્સામાં નવા થોરાળામાં રહીને ભંગારનો ધંધો કરતા અજયભાઇ નાથાભાઇ રાઠોડ નામના યુવાને માતાની સારવાર માટે અને ધંધા માટે દોઢ વર્ષ પૂર્વે ચુનારાવાડના હીરા મચ્છા ભરવાડ નામના વ્યાજખોર પાસેથી કટકે કટકે કુલ રૂ.10.50 લાખ આઠ ટકાના વ્યાજે લીધા હતા. દરમિયાન ધંધો સરખો નહિ ચાલતા વ્યાજખોરને રકમ ચૂકવી શકતા ન હતા. જેથી વ્યાજખોરે વ્યાજ સહિત રૂ.17 લાખ ચૂકવવા માટે પઠાણી ઉઘરાણી શરૂ કરી હતી.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.