જુનાગઢ રૂદ્રેશ્વર જાગીર ભારતી આશ્રમના શ્રી મહંત ઇન્દ્રભારતી બાપુએ ગાંધીનગર સચિવાલય ખાતે
જુનાગઢ રૂદ્રેશ્વર જાગીર ભારતી આશ્રમના શ્રી મહંત ઇન્દ્રભારતી બાપુએ ગાંધીનગર સચિવાલય ખાતે મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ સહિતના તમામ મંત્રીમંડળને મળી અને રૂડા આશીર્વાદ આપ્યા હતા અને પૂજ્ય બાપુએ ઓર્પસ નામનું એક ડેકોરેશન માટેનું વૃક્ષ છે જે ઓક્સિજન ખેંચે છે અને જમીનને બંજર બનાવે છે તે વૃક્ષને ગાંડાબાવળ સાથે સરખાવી એ વૃક્ષને લોકોને નો વાવવા અને ઉછેરવા નુ સુયન કર્યું હતું ને મુખ્યમંત્રી શ્રી એ આ બાબતને ગંભીરતાથી લઈ લોકોમાં જાગૃતિ આવે તે માટેના સરકારના પ્રયાસો રહેશે તેવું આશ્વાસન આપ્યું હતું
જુનાગઢ ભવનાથ અને ઘાટવડ સ્થિત રુદ્રેશ્વર જાગીર ભારતી આશ્રમ અને જુના અખાડા ના આંતરરાષ્ટ્રીય અધ્યક્ષ અને ગિરનાર મંડળના પ્રમુખશ્રીમંહત પૂજ્ય ઇન્દ્રભારતી બાપુ અને તેમની સાથે ડેપ્યુટી મેયર ગીરીશભાઈ કોટેચા નોબલ કોલેજના ચેરપર્સન નિલેશભાઈ ધુલેશિયા પાર્થભાઈ કોટેચા વગેરે મિત્રોએ ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને તેમના મંત્રીમંડળના તમામ સભ્યો માં મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળીયા રાઘવજીભાઈ પટેલ ભાનુબેન બાબરીયા હર્ષભાઈ સંઘવી સહિતના મંત્રીમંડળના તમામ સભ્યોનેરૂબરૂ મળી અને તેઓને નવી સરકારમાં ઉત્સાહથી કામ કરી રહેલા મંત્રી મંડળના તમામ મંત્રીશ્રીઓને રૂબરૂ મળી તેઓનુ બહુમાન કરી તમામને રૂડા આશીર્વાદ આપ્યા હતા અને આ મુલાકાત એક શુભેચ્છા મુલાકાત હોય એ રીતના તમામ મંત્રીશ્રીઓએ પૂજ્ય બાપુ અને તેમની સાથે પધારેલા મહાનુભાવોને પુરા માન સાથે સન્માન સાથે સહજતાથી મળી અને બાપુને જુનાગઢ અને ગિરનાર ક્ષેત્રના વિકાસ માટેના સૂચનો કર્યા હતા અને તમામ મંત્રીશ્રીઓએ પૂજ્ય બાપુને મળીને પુરા ભાવ સાથે સૌ સાથે મળી અને ગુજરાતના અવિરત વિકાસમાં અમારું સંતોનું જ્યાં પણ યોગદાન ની જરૂર હોય ત્યાં અમે તમારી સાથે છીએ તેવા આશીર્વાદ આપ્યા હતા
રિપોર્ટ હરેશમહેતા વિસાવદર
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.