ઉનામાં દરિયા નો દાયરો કાનુની સહાય કેન્દ્ર દ્વારા માછિમારોને તાલીમ આપવામાં આવી - At This Time

ઉનામાં દરિયા નો દાયરો કાનુની સહાય કેન્દ્ર દ્વારા માછિમારોને તાલીમ આપવામાં આવી


*

દરિયા નો દાયરો કાનૂની સહાય કેન્દ્ર ઉના રાજુલા દ્રારા હોટલ હરભોલે ઉના મુકામે

આજ તા.૧૦/૦૧/૨૦૨૩ ના રોજ એક દિવસ ની માછીમાર સ્વયં સેવકો માટે માછીમારો ની ઓનલાઈન યોજનાઓ અને કાયદાઓ ની તાલીમ નું આયોજન કરવામાં આવેલ જે તાલીમ માં ખાસ કરીને
માછીમાર સંબધિત કાયદાઓ તથા તેના સંબધિત યોજનાઓ,i-khedut માં જાહેર થતી માછીમારો ની યોજના ની ઓનલાઈન સમજૂતી,પગડીયા લાઇસન્સ અને મચ્છી વેચાણ લાઈસન્સ બનાવવા ની પ્રક્રિયા ની સમજૂતી,તથા ૧૦૮ મેડિકલ સ્પીડ બોટ તથા દરિયા કિનારે દરિયાના પાણી થતું ધોવાણ અટકાવવા કરેલ પી.આઈ. એલ.નું અમલીકરણ તેમજ માછીમારો ના સ્થાનિક પ્રશ્નો બાબતે માહિતી આપવા માં આવેલ જે કાનૂની તાલીમ માં ઉના તાલુકાના સૈયદ રાજપરા,સીમર,દાંડી, ખડા, સેન્જલિયા,દેલવાડા ગામોના માછીમાર સ્વયં સેવકો જોડાયા હતા તેમજ દરિયા નો દાયરો કાનૂની સહાય કેન્દ્ર ના જયનીલભાઈ કુહાડ,માનસિંગ કાતિરા,અરવિંદભાઈ ખુમાણ, અમરેલી ન્યાયિક કેન્દ્ર ના જાગૃતિબેન જોષી, પ્રશાંત મારુ દ્રારા કાનૂની તાલીમ સફળ બનાવવામાં આવી હતી.

રિપોર્ટર માવજી વાઢેર ઉના દીવ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.