ભેટ ગામનાં ખેડૂત નાં ખેતર માં ખનિજ માફીયાઓ દ્વારા ખોદકામ બંધ કરવામાં આવે કલેકટર ને રજુઆત - At This Time

ભેટ ગામનાં ખેડૂત નાં ખેતર માં ખનિજ માફીયાઓ દ્વારા ખોદકામ બંધ કરવામાં આવે કલેકટર ને રજુઆત


*મુળી નાં ભેટ ગામે ખનીજ માફીયાઓ ની દાદાગીરી માલિકીની જમીનમાં કોલસાની ખાણો*

*ખેડૂતો દ્વારા કલેકટરને લેખિત માં રજુઆત*

મુળી તાલુકાનાં ગામોમાં મોટાપ્રમાણમાં ખનિજ મળી આવે છે ત્યારે ભેટ ગામનાં ખેડૂત નાં માલિકીની જમીન પર ભુમાફિયા નો ત્રાસ દિનપ્રતિદિન વધતો જાય છે અને ખેડૂતો ને ધમકી આપી કોલસાની ખાણો ચાલું કરી ખનિજ ખનન વહન કરી રહ્યા તે બાબતે ખેડૂતો એ આજે કલેકટર ને રૂબરૂ રજૂઆત કરી હતી ભેટ ગામનાં ખેડૂત વિરમભાઇ વેલાભાઈ સાપરા એ જણાવ્યું હતું કે અમારી જમીન ભેટ ગામથી દક્ષિણ માં સર્વે નંબર ૨૮૮ અને ૨૯૧ સંયુક્ત માલિકીની ધરાવિએ છીએ આ બાબતે ખનિજ માફીયાઓ ને અમો ના પાડતાં તેઓ એ ઉશ્કેરાયને જાન થી મારી નાખવા ની ધમકી આપી હાંકી કાઢવામાં આવેલાં તો આ અમારી માલિકી નાં જમીન માં ખનિજ ખોદકામ બંધ કરાવવા માં આવે અને અમોને આત્મરક્ષણ આપવામાં આવે નહીંતર અમો સામુહિક આત્મવિલોપન કરીશું તેમ જણાવ્યું હતું મુળી તાલુકાનાં ગામોમાં મોટાપ્રમાણમાં ખનિજ માફીયાઓ દ્વારા ખનિજ ખનન વહન ચાલુ છે પરંતુ તંત્ર દ્વારા કોઇ કડક કાર્યવાહી કરવામાં આવતી નથી અને ભુમાફિયા ઓને રીતસર છુટો દોર આપેલ હોય તેમ ખેડૂતો ને લાગી રહ્યું છે
*રામકુભાઈ કરપડા મુળી*


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.