લાયન્સ ક્લબ ઓફ - અમરેલી (સિટી) તથા એન.એસ.એસ.ના સહયોગથી વિઠ્ઠલપુર મુકામે યોજાયેલ સર્વરોગ નિદાન કેમ્પ. - At This Time

લાયન્સ ક્લબ ઓફ – અમરેલી (સિટી) તથા એન.એસ.એસ.ના સહયોગથી વિઠ્ઠલપુર મુકામે યોજાયેલ સર્વરોગ નિદાન કેમ્પ.


અમરેલી - લાયન્સ ક્લબ ઓફ અમરેલી (સીટી) અને  કે. કે. પારેખ કોમર્સ કોલેજ- અમરેલીમાં ચાલતા રાષ્ટ્રીય સેવા યોજના યુનિટ -૨ (બહેનો)ના સંયુક્ત ઉપક્રમે તેમજ અર્બન હેલ્થ સેન્ટર યુનિટ-૧ -  અમરેલી તેમજ પ્રાઇમરી હેલ્થ સેન્ટર વાંકિયાના સહયોગથી વિનામુલ્યે આર્યુવેદ સર્વ રોગ નિદાન સારવાર માર્ગદર્શન કેમ્પનું આયોજન તા. ૦૩-૦૧-૨૦૨૩ ને બુધવારે વિઠ્ઠલપુર (ખંભાળીયા) મુકામે કરવામાં આવેલ હતું. આ કેમ્પમાં  આર.એમ.ઓ. ડો. ભાવેશભાઈ કે. મહેતા, અર્બન હેલ્થ સેન્ટર યુનિટ - ૧ ના મેડિકલ ઓફિસર ડો. હેતલબેન ગળથીયા, પ્રાઇમરી હેલ્થ સેન્ટર વાંકિયાના મેડિકલ ઓફિસર ડો.કિરણબેન શેલડીયા વગેરેએ પોતાની અમૂલ્ય સેવાઓ આપી હતી. ૧૧૪ દર્દીઓએ આ કેમ્પનો લાભ લીધેલ હતો.

આ કેમ્પ દરમ્યાન દરેક દર્દીઓના ડાયાબિટીસ તથા બ્લડ પ્રેશરની સ્થળ ઉપર તપાસ કરી પરીક્ષણ કરવામાં આવેલ હતું. પ્રવર્તમાન સમયમાં સંભવિત કોરોના મહામારીથી બચવા તથા રોગ પ્રતિકારક શકિત વધારવા આયુષ મંત્રાલય દ્વારા ઉકાળા વિતરણની સાથોસાથ સંશમની વટી (ગળો ઘનવટી) નું વિતરણ કરવામાં આવેલ. આ ઉપરાંત વિવિધ રોગોની સમજણ અને જાગૃતિ આપતી આઠ પ્રકારની પત્રિકાઓનું વિતરણ કરવામાં આવેલ. આ કેમ્પમાં એમ.પી. એચ. એસ. શ્રી ગીરીશભાઈ ભગત, સી.એચ.ઓ. શ્રી જિનલબેન પ્રજાપતિ, મેઈલ હેલ્થ વર્કર શ્રી યોગેશભાઈ મકવાણા, ફિમેલ હેલ્થ વર્કર કૈલાસબેન જાની, આશા વર્કર રમજુબેન વાળા અને સલમાબેન તટકેસ વગેરેએ સેવાઓ આપી હતી. આ કેમ્પની વ્યવસ્થા એન. એન. એસ. પ્રોગ્રામ ઓફીસર પ્રા. જે.એમ. તળવિયાના નેજા હેઠળ શિબિરાર્થી બહેનોએ સંભાળેલ હતી.આ કેમ્પને સફળ બનાવવા લાયન્સ કલબ ઓફ અમરેલી (સીટી)ના પ્રમુખ લાયન ભુપતભાઇ ડી. ભૂવા, સેક્રેટરી લાયન મહેશભાઇ એમ. પટેલ, લાયન જયેશભાઈ પંડ્યા, લાયન એમ. એમ. પટેલ, લાયન દિનેશભાઈ સોરઠીયા,  લાયન પરેશભાઈ કાનપરિયા, લાયન ભગવાનભાઈ કાબરીયા, શ્રી દર્શનભાઈ ચૌહાણ તેમજ વિઠ્ઠલપુર પ્રાથમિક શાળાના શ્રી તુષારભાઈ જોષી અને ખોડાભાઈ રામોલિયાએ જહેમત ઉઠાવેલ હતી.

રિપોર્ટ નટવરલાલ જે ભાતિયા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.