રાણપુર પોલીસના જુગારધામ પર દરોડા-૧.૫૨ લાખનો જુગાર રમતા સાત જુગારીઓ ઝડપાયા પાંચ જુગારીઓ ફરાર - At This Time

રાણપુર પોલીસના જુગારધામ પર દરોડા-૧.૫૨ લાખનો જુગાર રમતા સાત જુગારીઓ ઝડપાયા પાંચ જુગારીઓ ફરાર


રાણપુર માલણપુર રસ્તા પર જુગારધામ પર રાણપુર પીએસઆઇ સરવૈયાએ પોતાની ટીમ સાથે જુગાર ધામ પર છાપો મારી સાત જુગારીઓ ઝડપી પાડ્યા

રાણપુર પોલીસે રોકડા રૂપિયા ૧.૫૨ લાખ 31000 હજાર ના ૪ મોબાઈલ મળી કુલ ૧,૮૩,૭૭૦ નો મુદ્દામાલ કર્યો કબજે

બોટાદ જિલ્લા ના રાણપુર પોલીસને મળેલી બાતમીના આધારે રાણપુર પી.એસ.આઇ સરવૈયા અને તેમની ટીમે રાણપુર માલણપુર જુના રસ્તા પર જુગારધામ પર દરોડો પાડતા ૭ શખ્સો હારજીતનો જુગાર રમી રહ્યા હતા જ્યારે પોલીસે રોકડા રૂપિયા ૧.૫૨ લાખ અને ૩૧ હજારના ૪ મોબાઈલ મળી કુલ રૂપિયા ૧,૮૩,૭૭૦નો કુલ મુદ્દા માલ કબજે કરી સાતેય જુગારીઓને ઝડપી પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી રાણપુરના માલણપુર રાણપુરના જુના રસ્તા પર ચાલતા જુગાર ધામ પર પોલીસે દરોડા પાડતા દલસુખભાઈ પચાળા, વિશાલભાઈ ડાભી, ઉમેશભાઈ ચાચીયા ,જીતુભાઈ કરસનભાઈ, અનિલભાઈ રાજુભાઈ, મોહનભાઈ મોતીભાઈ, ભીમાભાઇ પનાભાઈ જ્યારે પાંચ જુગારીઓ નાસી છૂટ્યા હતા જેને પકડવા પોલીસે ચક્રો ગતિમાંન કર્યા રાણપુર માલણપુર જુગારધામ પર પોલીસના દરોડા દરમિયાન પી એસ આઇ સરવૈયા, ગોબરભાઇ મેવાડા, ગોકુળભાઈ ઉલલવા નિલેશભાઈ દિનેશભાઈ ગભરૂભાઈ સરૈયા ગોવિંદભાઈ નવઘણભાઈ સંદીપભાઈ ઝુઝાભાઇ રમઝાન ભાઈ ઈકબાલભાઈ આ કામગીરી માં જોડાયા હતા.

બોટાદ બ્યુરો: ચિંતન વાગડીયા

મો:8000834888


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.