બોટાદ જિલ્લાના રોજગાર વાંચ્છુ ઉમેદવારોને વિદેશમાં પ્રાપ્ય રોજગાર અને ઉચ્ચ અભ્યાસની માહિતી અને માર્ગદર્શન માટે સેમીનારનું આયોજન
તા.૩૦ ડિસેમ્બરે રાણપુર અને બરવળાની ઔદ્યોગિક તાલીમ સંસ્થા (ITI) ખાતે નિ:શુલ્ક યોજાશે સેમીનાર
બોટાદ જિલ્લાના રોજગાર વાંચ્છુ ઉમેદવારોને વિદેશમાં પ્રાપ્ય રોજગાર અને ઉચ્ચ અભ્યાસની માહિતી અને માર્ગદર્શન મળી રહે તેવા ઉમદા હેતુસર જિલ્લા રોજગાર વિનિમય કચેરી – બોટાદ દ્વારા ઔદ્યોગિક તાલીમ સંસ્થા, રાણપુર ખાતે તા.૩૦/૧૨/૨૦૨૨ ના સવારે ૧૧:૦૦ કલાકે અને ઔદ્યોગિક તાલીમ સંસ્થા,બરવાળા ખાતે તા.૩૦/૧૨/૨૦૨૨ નાં બપોરે ૨:૦૦ કલાકે સેમીનારનું આયોજન કરવામાં આવેલ છે.
આ સેમીનારમાં વિષય નિષ્ણાંત દ્વારા વિગતવાર પાસપોર્ટ તેમજ વિઝા બાબતેની સઘળી માહિતી આપવામાં આવશે.કેરીયર કાઉન્સેલર દ્વારા વ્યવસાયિક / શૈક્ષણિક માર્ગદર્શન આપવામાં આવશે. આ સેમીનાર નિ:શુલ્ક છે તથા વધુ વિગત માટે જિલ્લા રોજગાર વિનિમય કચેરી – બોટાદનો સંપર્ક સાધવા ઇન્ચાર્જ જિલ્લા રોજગાર અધિકારી એમ.બી.પ્રજાપતિ (સા.), બોટાદ દ્વારા એક અખબારી યાદીમાં જણાવાયું છે.
બોટાદ બ્યુરો: ચિંતન વાગડીયા
મો:8000834888
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.