માળીયા હાટીના તાલુકાના શેરીયાખાણ ગામે ઇંગ્લીશ દારૂ ઝડપાયો - At This Time

માળીયા હાટીના તાલુકાના શેરીયાખાણ ગામે ઇંગ્લીશ દારૂ ઝડપાયો


માળીયા હાટીના પોલીસ સ્ટેશનના પી.એસ.આઈ. બી.કે.ચાવડાના માર્ગ દર્શન હેઠળ પો.કોન્સ દિલાવરસિંહ મોરી તથા પો.કોન્સ માનસિંહ ખેર , હિતેશ ભાઈ બલદાણીયા ,નીલેશભાઇ ધ્રાંગડ સહિતના પો.સ્ટાફના પ્રોહી-જુગાર ડ્રાઇવ સબબ પેટ્રોલીંગમા હતા ત્યારે ખાનગી બાતમી મળેલ કે શેરીયાખાણ ગામના રહેવાસી જાવીદશા રહેમાનશા સર્વદીએ પોતાના રહેણાંક મકાને ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો રાખી વેચાણ કરે છે તેવી બાતમીના આધારે જાવીદશા રહેમાનશા સર્વદીના રહેણાંક મકાને રેઇડ કરતા સેટીની નીચે એક પ્લાસ્ટીકનુ બાચકુ પડેલ હોય જે ખોલી જોતા તેમા ભારતીય બનાવટનો વિદેશી દારૂના ચપટા જોતા અલગ-અલગ બ્રાન્ડના કુલ ચપટા નં-૨૯/-ની કિ.રૂ.૨,૯૦૦/- મુદ્દામાલ સાથે કબજો કરી આરોપી સામે ધોરણસર અટક કરી પ્રોહિ.એકટ કલમ ૬૫-એ-એ,૧૧૬(બી) મુજબ ગુન્હો નોંધાયેલ

રિપોર્ટર પ્રતાપ સીસોદીયા
માળીયા હાટીના
🪀મો.98255 18418
મો.75758 63292


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.