વઢવાણનાં દેપાળાની વાડી પાસે જાહેરમાં જુગાર રમતા પાંચ શખ્સો ઝબ્બે. - At This Time

વઢવાણનાં દેપાળાની વાડી પાસે જાહેરમાં જુગાર રમતા પાંચ શખ્સો ઝબ્બે.


તા.08/12/2022/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર

વઢવાણનાં દેપાળાની વાડી પાસે જુગાર રમાઈ રહ્યો હોવાની ચોક્કસ બાતમીનાં આધારે પોલીસે દરોડો પાડીને પાંચ શખ્સોને રૂ.22700 નાં મુદામાલ સાથે જુગાર રમતા ઝડપી લીધા હતા.આ અંગેની જાણવા મળતી વધુ વિગત એવી છે કે,વઢવાણ શહેરની દેપાળાની વાડી પાસે જુગાર રમાઈ રહ્યો હોવાની બાતમી મળતા પી.એસ.આઈ.ડી.ડી. ચુડાસમા, પ્રદયુમનસિંહ ઝાલા, રવિન્દ્રસિંહ ડોડીયા, જયપાલસિંહ, બળવંતસિંહ, વિનુભાઈ સમગ્ર ટીમે દરોડો પાડયો હતો જેમાં ઈમરાનખાન મહમદભાઈ ચૌહાણ,મકસુદ ભટ્ટી,યાસીન રમજાનભાઈ, અતીક હનીફભાઈ અને વસીમ મહમદભાઈ નામનાં પાંચ શખ્સો જુગાર રમતા ઝડપાઈ ગયા હતા.પોલીસે રોકડા રૂ. 15,200, ત્રણ મોબાઈલ મળીને કુલ કિ.રૂ.22, 700નો મુદામાલ કબજે કરી ધોરણસર કરવામાં આવી છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.