પ્રોહિબિશનનાં ગુનાનાં આરોપીને ‘પાસા’ હેઠળ જેલમાં ધકેલી દેતી સુરેન્દ્રનગર એલસીબી - At This Time

પ્રોહિબિશનનાં ગુનાનાં આરોપીને ‘પાસા’ હેઠળ જેલમાં ધકેલી દેતી સુરેન્દ્રનગર એલસીબી


તા.08/12/2022/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર

સુરેન્દ્રનગર જીલ્લા પોલીસવડા હરેશકુમાર દુધાત સુરેન્દ્રનગર જીલ્લામાં ખૂન, ખૂનની કોશિષ, મારામારી, વિદેશી દારુનું વેચાણ, હેરાફેરી, જુગારનો અખાડો, અન્ય મિલ્કત સબંધી ગુન્હાઓ વગેરે જેવી અસામાજિક પ્રવૃતિ કરી જાહેર વ્યવસ્થાને બાધકરુપ પ્રવૃતિ સાથે સંકળાયેલ ઇસમોને સખત હાથે ડામી દેવા માટે સરકારના નવા એમેન્ડમેન્ટ મુજબ પાસા જેવા કડક અટકાયતી પગલાઓ લેવા સુચના કરેલ જે અન્વયે સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ અધિક્ષક હરેશકુમાર દુધાતે એલસીબી પોલીસ ઇન્સ. વી. વી.ત્રિવેદીને સુરેન્દ્રનગર જિલ્લામાં જાહેર સુલેહ શાંતિ ખોરંભે પાડી કાયદો વ્યવસ્થાને બાધકરુપ અસામાજીક પ્રવૃતિ સાથે સંકળાયેલા ઇસમો વિરુધ્ધ પાસા ધારા હેઠળ અસરકારક કાર્યવાહી કરવા સુચના તથા માર્ગદર્શન આપેલ. જે અન્વયે સાયલા પોલીસ સ્ટેશનમાં મુજબના કામે કુલ રૂ.25, 65, 000 ની મુદ્દામાલ તેમજ નાની મોલડીના ગુનામાં સંડોવાયેલ આરોપી રાજુભાઈ ઉર્ફે ગડ્ડો શીવાભાઈ માધાભાઈ પરાલીયા જાતે કોળી ઉ.વ.28 ધંધો ખેતી હાલ રાજકોટ છપ્પનીયા વિસ્તાર શેરી નં. 5, કુવાડવા પોલીસ સ્ટેશનની સામેની બાજુમાં, મુળ રહે. ગુંદા તા. ચોટીલા, પ્રોહીબીશનની ગે. કા. પ્રવૃતિ સાથે સંકળાયેલા હોય જેથી તેની વિરુધ્ધ પાસા દરખાસ્ત તૈયાર કરી જીલ્લા મેજીસ્ટ્રેટ સુરેન્દ્રનગર નાઓ તરફ મોકલતા આરોપી વિરુધ્ધ વોરન્ટ ઇસ્યુ કરતા આરોપીને અટકાયતમાં લઇ સેન્ટ્રલ જેલ વડોદરા ખાતે જેલહવાલે કરેલ છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon