ગઢડા ખાતે થર્ડ જેન્ડરનાં મતદારો ઉત્સાહભેર લોકશાહીનાં અવસરમાં બન્યા સહભાગી - At This Time

ગઢડા ખાતે થર્ડ જેન્ડરનાં મતદારો ઉત્સાહભેર લોકશાહીનાં અવસરમાં બન્યા સહભાગી


લોકશાહીના મહાપર્વમાં અચૂક મતદાન કરવું જોઇએ : થર્ડ જેન્ડર

આજે બોટાદ જિલ્લામાં સમાવિષ્ટ ૧૦૬-ગઢડા તથા ૧૦૭-બોટાદ વિધાનસભા મતવિસ્તારની સામાન્ય ચૂંટણી પ્રથમ તબક્કામાં યોજાઇ રહી છે ત્યારે કોઇ નાગરિક મતદાન કરવાથી વંચિત રહે અને વધુમાં વધુ મતદારો લોકશાહીના મહાપર્વમાં જોડાઇને મતદાન કરે તે માટે જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા ખાસ પ્રકારની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે. ત્યારે આ લોકશાહીના આ અવસરમાં થર્ડ જેન્ડરનાં મતદાતાએ પણ પોતાનો મત આપીને લોકશાહીને વધુ મજબૂત કરવામાં પોતાની ભાગીદારી નોંધાવી છે. ૧૦૬-ગઢડા વિધાનસભા મતવિસ્તારમાં સમાવિષ્ટ થર્ડ જેન્ડર મતદાતાએ ગઢડા ખાતે ઉત્સાહભેર મતદાન કરીને પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. તેમજ તેએ અન્યોને પણ મતદાન કરવા પ્રોત્સાહિત કરી રહ્યાં છે. તેમણે જણાવ્યું કે, “લોકશાહીના મહાપર્વમાં અચૂક મતદાન કરવું જોઇએ. તેમજ કોઇ પણ નાગરિક બાકી ન રહે તેની પણ લોકશાહીના સૈનિકો ખાસ કાળજી રાખી રહ્યાં છે તેમ જણાવ્યું હતું.”

બોટાદ બ્યુરો: ચિંતન વાગડીયા

મો:8000834888


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.