PM મોદી આજે 3 કલાક સુધી અમદાવાદમાં રોડ શો કરશે, 54 કિલોમીટરનો આ છે રૂટ - At This Time

PM મોદી આજે 3 કલાક સુધી અમદાવાદમાં રોડ શો કરશે, 54 કિલોમીટરનો આ છે રૂટ


અમદાવાદ: ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022માં પ્રથમ તબક્કા માટે મતદાન થઇ રહ્યુ છે. આ વચ્ચે વડાપ્રધાન મોદીએ બીજા ફેઝની તૈયારી શરૂ કરી દીધી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમદાવાદમાં આજે 3 કલાકનો લાંબો રોડ શો કરશે.54કિલોમીટર લાંબો પીએમ મોદીનો રોડ શો બપોરે 3.30 કલાકથી 6.30 કલાક સુધી ચાલશે અને અમદાવાદની પાંચ વિધાનસભા વિસ્તારમાંથી પસાર થશે.

પીએમ મોદીના અમદાવાદ રોડ શોનો રૂટ

અમદાવાદ એરપોર્ટથી નરોડા ગામ-નરોડા પાટિયા સર્કલ, કૃષ્ણનગર ક્રૉસ રોડ-હીરાવાડી-સુહાના રેસ્ટોરન્ટ-શ્યામ શિખર ક્રૉસ રોડ (સરદાર વલ્લભભાઇ પટેલની મૂર્તિ)- બાપૂનગર ક્રૉસ રોડ-ખોડિયારનગર-બીઆરટીએસ રૂટ વિરાટનગર- સોનીની ચાલી- રાજેન્દ્ર ચાર રસ્તા-રબારી કોલોની-સીટીએમ-હાટકેશ્વર ચાર રસ્તા-ખોખરા સર્કલ- અનુપમ બ્રિજ-પંડિત દીન દયાલ ઉપાધ્યાય સ્ટેચ્યૂ- ફૂટબોલ ગ્રાઉન્ડ- ભૂલાભાઇ ચાર રસ્તા- શાહ આલમ ટોલનાકા- દાણીલીમડા ચાર રસ્તા- ખોડિયારનગર- બહેરામપુરા-ચંદ્રનગર-ધરણીધર ચાર રસ્તા-જીવરાજ પાર્ક ચાર રસ્તા-શ્યામલ ક્રોસ રોડ- શિવરંજની ચાર રસ્તા- હેલ્મેટ સર્કલ-એઇસી ચાર રસ્તા- પ્રભાત ચૌક- અખબારનગર સર્કલ- વ્યાસવાડી- આરટીઓ સર્કલ- સાબરમતી પાવર હાઉસ- વિસત ચાર રસ્તા- આઇઓસી ચાર રસ્તા ચાંદખેડા.

આ સિવાય પીએમ મોદી ગુરૂવારે કેટલીક જનસભાને સંબોધિત કરશે. પીએમ મોદી પંચમહાલ જિલ્લામાં કાલોલથી શરૂઆત કરશે, તેમની જનસભાનું સ્થળ વેજલપુર ગામમાં છે. બીજી જનસભા છોટા ઉદેપુરના બોડેલીમાં યોજાશે અને ત્રીજી જનસભા સાબરકાંઠાના હિમ્મતનગરમાં યોજાશે.

પીએમ મોદી ગુરૂવારે જે વિસ્તારમાં પ્રચાર કરવાના છે ત્યા 5 ડિસેમ્બરે બીજા તબક્કામાં મતદાન યોજાશે. પીએમ મોદી 2 ડિસેમ્બરે કેટલીક રેલીને પણ સંબોધિત કરવાના છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.