જેતપુરપાવી વિધાનસભા મતવિસ્તારમાં કોંગ્રેસમાં ગાબડું :- મોટી સંખ્યામાં કાર્યકરો ભાજપમાં જોડાયાં
રિપોર્ટ:- નિમેષ સોની, ડભોઈ
હાલમાં ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓ ખૂબ જ નજીકમાં છે અને પ - મી ડિસેમ્બરે મતદાન યોજાવાનું છે તેવામાં જ કોંગ્રેસ પક્ષમાં મોટું ગાબડું પડેલ છે અને મોટી સંખ્યામાં કાર્યકરોએ કોંગ્રેસને રામ રામ કરી ભાજપમાં જોડાઈને કેસરિયો ધારણ કરી લીધો હતો.
હાલમાં પ્રચાર કાર્યએ વેગ પકડ્યો છે તમામ પાર્ટીઓ પોત પોતાના પક્ષનો અને ઉમેદવારનો પ્રચાર પૂરજોશમાં કરી તેને વિજયી બનાવવાના કામમાં લાગેલાં છે, તેવામાં આજરોજ કોંગ્રેસ પક્ષનાં પાયાનાં કાર્યકરોએ જ પોતાનો પક્ષ છોડી દેતાં કોંગ્રેસ પક્ષને મોટો ફટકો પડતાં સન્નાટો છવાઈ જવા પામ્યો છે તો સામા પક્ષે ભાજપની છાવણીમાં આનંદ છવાઈ જવા પામ્યો છે.
ટીમ્બી અને સીમળીયા ગામનાં સરપંચશ્રી અને ગામના આગેવાનોસમ સહિત કાર્યકરો કૉંગ્રેસ છોડી ભાજપમાં જોડાયા છે અને ૧૩૮- જેતપુર પાવી વિધાનસભાના ઉમેદવાર જયંતીભાઈ રાઠવાને સમર્થન આપ્યું છે. ભાજપનાં ઉમેદવાર અને અગ્રણીઓએ કેસરિયો ખેસ પહેરાવી આવકાર્યા હતાં. આમ, ચૂંટણીઓ નજીક છે ત્યારે આ બેઠક ઉપર ભાજપ મજબૂત થતો જોવા મળી રહયો છે. આ ઉપરાંત જિલ્લાના બોડેલી ખાતે આવતીકાલે દેશનાં યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદી જન સભા સંબોધવા આવી રહયાં તેને કારણે પણ ભાજપનાં આગેવાનો અને કાર્યકરોમાં આનંદની લાગણી છે. સૌને લાગી રહયું છે કે, આ સભામાં વડાપ્રધાન વિપક્ષી હરિફો ઉપર મોટાં ચાબખા મારશે અને જિલ્લાની ત્રણેય બેઠકો ઉપરનાં ભાજપનાં ઉમેદવારોને જંગી બહુમતીથી વિજયી બનાવવા અપીલ કરશે અને સમગ્ર જિલ્લામાં કમળને ખીલવવા કાર્યકરોને કામે લાગવા આહવાન પણ કરશે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.