સોની બજારના વેપારીને થોડી રાહત, ભય હજુ યથાવત્ સામાન્ય ચહલપહલ - At This Time

સોની બજારના વેપારીને થોડી રાહત, ભય હજુ યથાવત્ સામાન્ય ચહલપહલ


ચૂંટણીની આચારસંહિતા લાગુ થયા બાદ 20 દિવસ પછી ગુરુવારે સોની બજારમાં ચેકિંગના નામે ખોટી હેરાનગતિ અટકતા વેપારીઓએ રાહતનો દમ લીધો હતો. વેપારીઓ જણાવે છે કે, રાહત તો મળી છે પરંતું હજુ ભય એટલો જ છે. ખોટી હેરાનગતિ અટકી જતા સોની વેપારીઓએ બજાર બંધનું એલાન પાછું ખેંચી લીધું છે.

જો 100 ગ્રામ સોનું પકડાઈ જાય તો પણ લાખો રૂપિયાની મૂડી રોકાઈ જાય છે તેથી કોઇ વેપારીઓ સાહસ કરવા તૈયાર થતા નથી. તેમ રાજકોટ ગોલ્ડ ડીલર્સ એસોસિએશનના પ્રમુખ જણાવે છે. વધુમાં તેના જણાવ્ચા મુજબ ચૂંટણીની આચારસંહિતા લાગુ થતા સોની બજારમાં ખાસ ટીમ ચેકિંગ માટે રાખવામાં આવી હતી. ચેકિંગ સામે કોઈ વિરોધ નથી, પરંતુ ખોટી હેરાનગતિ સામે અમારો વિરોધ છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.