રોડ ક્રોસ કરી રહેલા બાળકનું બાઇકની ઠોકરે મોત નીપજ્યું

રોડ ક્રોસ કરી રહેલા બાળકનું બાઇકની ઠોકરે મોત નીપજ્યું


બાળક રાજકોટમાં રહી અભ્યાસ કરતો હતો

ગોંડલ ચોકડી પાસે પ્રૌઢ દંપતી સહિત ત્રણને બાઇકે ઠોકરે ચડાવતા માસૂમ બાળકનું મોત નીપજ્યું છે. ગોંડલ રોડ, બાયપાસ પાસે ગણેશ સોસાયટીમાં રહેતા હાજાભાઇ માંડણભાઇ જીલરિયા, તેમના પત્ની જયાબેન અને સાત વર્ષનો દોહિત્ર રોનક દીપક કાનગડ ગત રાતે મેંદરડાથી પરત ફર્યા હતા.

ગોંડલ ચોકડીએ બસમાંથી ઉતર્યા બાદ રોડ ક્રોસ કરી રહ્યાં હતા. ત્યારે પૂરઝડપે ધસી આવેલા બાઇકે ત્રણેયને ઠોકરે ચડાવ્યા હતા. જેને કારણે ગંભીર ઇજા થવાથી સાત વર્ષના રોનકનું સ્થળ પર જ મોત નીપજ્યું હતું. જ્યારે હાજાભાઇ અને તેમના પત્ની જયાબેનને ઇજા થતા સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા હતા.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
Translate »