વર્ષોથી રાજકારણથી દૂર રહેલા સામાજિક આગેવાને આપ્યું બોટાદ વિધાનસભાના ભાજપના ઉમેદવાર ઘનશ્યામભાઈ વિરાણીને સમર્થન - At This Time

વર્ષોથી રાજકારણથી દૂર રહેલા સામાજિક આગેવાને આપ્યું બોટાદ વિધાનસભાના ભાજપના ઉમેદવાર ઘનશ્યામભાઈ વિરાણીને સમર્થન


બોટાદના વતની તેમજ બોટાદ પાંજરાપોળના પ્રમુખ મનીષભાઈ ગાંધી કે જેઓ એક સામાજિક આગેવાન છે અને હંમેશા રાજકારણથી દૂર રહ્યાં છે તેઓએ આ વખતે બોટાદ વિધાનસભાના ભાજપના ઉમેદવારને ખુલ્લું સમર્થન આપ્યું છે. આ બાબતે મીડિયા દ્વારા તેઓને પૂછવામાં આવતા કે તેઓ હંમેશા રાજકારણથી દૂર રહયા છે તો આ વખતે કેમ તેઓ રાજકીય ક્ષેત્રે અંગત રુચિ ધરાવી છે. જે સંદર્ભમાં તેઓએ મીડિયા સાથેની વાતચિતમાં જણાવ્યું હતું કે, તેઓએ ઘનશ્યામભાઈ વિરાણીની બોટાદ જિલ્લા પંચાયત પ્રમુખ પદની જે જવાબદારી નિષ્પક્ષતા અને નિષ્ઠા સાથે નિભાવી છે તેના પ્રમાણિક વ્યક્તિત્વથી પ્રભાવિત થયાં છે. અને એક સ્પષ્ટ વ્યક્તિત્વ અને સાફ છબી ધારવનાર ઉમેદવાર ઘનશ્યામભાઈ વિરાણી ચોક્કસ પણે બોટાદની જનતાની સુવિધાઓ માટે તેમજ બોટાદના વિકાસ માટે શ્રેષ્ઠ નેતૃત્વ પૂરું પાડી વિકાસને આગળ ધપાવશે તેવાં વિશ્વાસથી સામાજિક આગેવાન મનીષભાઈ ગાંધીએ ઘનશ્યામભાઈને સમર્થન આપી તેમજ મતદાતાઓને ઘનશ્યામભાઈને વિજયી બનાવવા અપીલ કરી હતી.

બોટાદ બ્યુરો: ચિંતન વાગડીયા

મો:8000834888


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.