ચેકિંગના નામે હેરાનગતિ, સોની વેપારીઓમાં રોષ, બંધની ચીમકી - At This Time

ચેકિંગના નામે હેરાનગતિ, સોની વેપારીઓમાં રોષ, બંધની ચીમકી


આચારસંહિતાના નામે અધિકારીઓ આડેધડ રીતે માલ જપ્ત કરે છે

ઉકેલ નહીં આવે તો અનિશ્ચિત મુદત સુધી બજાર બંધ કરાવાની તૈયારી

વિધાનસભાની ચૂંટણી જાહેર થતાં આચારસંહિતના નામે વિવિધ ટીમો મેદાને ઉતરી છે, અને રોકડ તથા મોટા પ્રમાણમાં મિલકતની હેરાફેરી પર ચેકિંગની તવાઇ ઉતારવામાં આવી છે, રાજકોટની સોની બજારમાં છાશવારે વિવિધ ટીમો દ્વારા ચેકિંગના નાટક થતાં વેપારીઓમાં રોષ ભભૂકી ઉઠ્યો હતો અને અનેક રજૂઆત છતાં કોઇ ઉકેલ નહીં આવતા વેપારીઓએ બંધની તૈયારીઓ શરૂ કરી છે, જોકે તે પૂર્વે બુધવારે વેપારીઓ કલેક્ટરને રજૂઆત કરશે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.