બોટાદ સમસ્ત જૈન સમાજ ની મુલાકાત લેતા ઘનશ્યામભાઈ વિરાણી - At This Time

બોટાદ સમસ્ત જૈન સમાજ ની મુલાકાત લેતા ઘનશ્યામભાઈ વિરાણી


આજ રોજ રવિવાર ના બોટાદ 107 વિધાનસભા ના ભાજપ ના નવ નિયુક્ત ઉમેદવાર ઘનશ્યામભાઈ વિરાણી એ સમસ્ત જૈન સમાજ ની શુભેચ્છા મુલાકાત લિધેલી અને જૈન આગવાનો ને ઘનશ્યામભાઈ વિરાણી એ ખાતરી આપેલ કે જૈન સમાજનું કોઈપણ કામ હશે તો હું ઉત્સાહ થી કરી આપીશ અને આપની કોઈ પણ સમસ્યા નો ઉકેલ લાવી આપીશ અને સમગ્ર જૈન જ્ઞાતી નું મતદાન 100% ટકા થાય તેવી તેમણે રજુઆત કરેલ અને સમસ્ત જૈન સમાજે તેમને 100% મતદાન થશે તેની ખાતરી આપેલી પૂર્વ ધારાસભ્ય અંહિસક જૈન સમાજ ને કાંઈ ગણતા જ નહી, પણ એ યાદ રાખવું જોઈએ કે જૈન સમાજ નાનો પણ રાઈ નો દાણો છે.. અને બિજા મતદારો ને પ્રેરણા આપનાર હોશીયાર અને સમજુ વણીક જ્ઞાતી છે, એમના માગઁદશઁક થી કેટલાય લોકો પોતાના મત આપવાની ઈચ્છા ધરાવતા હોય છે.

બોટાદ બ્યુરો: ચિંતન વાગડીયા

મો:8000834888


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.